Surat Rain: પૂરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં, એક હાઈપાવર કમિટીનું ગઠન કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પૂરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને ખાડી પૂરને લઈ બેઠક મળી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં સુરત જિલ્લા કલેકટર, સુરત શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, સાંસદો, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, જિલ્લા ભાજપ અધ્યક્ષ અને શહેર ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા છે.
તાપી જિલ્લોના અધિકારીઓ આ કમિટીમાં સામેલ હશે
તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ખાડીપૂરની સમસ્યા નિવારવા બાબતે ચર્ચા કરવામાં કરવામાં આવી છે. આ બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ પ્રભુ વસાવાએ નિવેદન આપ્યું કે ખાડી પૂરને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આ બાબતે એક હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે. સુરત જિલ્લો, તાપી જિલ્લો અને સુરત શહેરના મોટાભાગના વિભાગના અધિકારીઓ આ કમિટીમાં સામેલ કરાશે. ક્યાંક પાણીને અવરોધવામાં આવ્યું છે અને તેના કારણે પાણીએ પોતાનો રસ્તો કર્યો છે. આગામી દિવસોમાં પાણીને કેવી રીતે ન આવરોધાય તે માટેનો રસ્તો કરવામાં આવશે.
પાણીને કઈ રીતે કઈ જગ્યા પર ડાયવર્ટ કરી શકાય તે ચર્ચા
ખાડી પૂરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને નુકસાન પણ થાય છે. પાણીને કેવી રીતે કઈ જગ્યા પર ડાયવર્ટ કરી શકાય તે બાબતે અધિકારીઓ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પ્રોસિજર ખૂબ લાંબી છે એટલા માટે પહેલા સર્વેની પ્રોસિજર હાથ ધરાશે અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે. પાણીના ડાયવર્ટ કરવા માટે કેટલા ખેડૂતોની જમીન જશે, કેટલી જમીનનું સંપાદન કરવું પડશે તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે.
What's Your Reaction?






