Surat Rain News : સુરતનો મોરા ભાગળ વિસ્તાર પાણીમાં ગરકાવ, પાણી ભરાતા BRTS બસો થંભાવી દેવાઇ

Sep 5, 2025 - 10:30
Surat Rain News : સુરતનો મોરા ભાગળ વિસ્તાર પાણીમાં ગરકાવ, પાણી ભરાતા BRTS બસો થંભાવી દેવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સ્થાનિકોના જનજીવન પર તેની અસર જોવા મળી છે, મોરા ભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે, ભારે વરસાદ પડતા ચારેય કોર પાણી પાણી જોવા મળ્યું છે અને સ્થાનિકો ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે, પાણી ભરાતા BRTS બસો થંભાવી દેવાઇ છે.

સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક

તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને વિયરકમ કોઝવેની જળસપાટીમાં સતત વધારો થયો છે, વિયરકમ કોઝવેની સપાટી 9.63 મીટરે પહોંચી છે, કોઝવેની ભયનજક સપાટી 6 મીટર પર પહોંચી છે.

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદી ઉફાન પર

નદી પરનો હાઇબેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને મોટા બોરસાર ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હોવાની વાત સામે આવી છે, ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણી આવક થઈ છે, સિઝનમાં પ્રથમ વખત આટલુ પાણી આવ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યાં છે, નદી કિનારાના વિસ્તારમાં ન જવા એલર્ટ અપાયું છે.સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કીમ GIDCમાં પાણી ભરાતા કામદારોને હાલાકી પડી રહી છે, યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી હાલાકી પડી રહી છે, તો સ્થાનિક વેપારીઓ પણ દુકાન ખોલી નથી, પાણી ભરાતા દુકાનમાં રહેલ માલસામાનને પણ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે, પાણી ભરાતા દુકાનોમાં બંધ રાખવાની ફરજ પડી છે. સુરતના માંગરોળમાં કીમ નદી ફરી એકવાર બેકાંઠે વહેતી થઈ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0