Surat: OMG! કીમ-ઓલપાડ હાઈવે પર સ્કૂલવાને પલટી મારતા 6 બાળકો થયા ઈજાગ્રસ્ત

કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પરની ઘટના વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે રાજયમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી જવાની ઘટના બની છે,જેમાં સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા 6 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કારે પલટી મારી હતી.સામે રોડ પરથી સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારમાં સવાર બાળકો થયા ઈજાગ્રસ્ત ઇકો કારમાં સવાર વિધાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા હતા,કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા.કાર પલ્ટી જવાના CCTV ફૂટેજ આવ્યા હતા.કીમ પોલીસ એ CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે,અને કારના ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે. 21 જૂન 2024ના રોજ વડોદરામાં સ્કૂલવાનમાંથી બાળકો પડયા વડોદરામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ હકીકતે તો સ્થિતી કંઇ અલગ જ છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો હતો. જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો દરવાજો ખુલી જતા ખરાબ રીતે બહાર પડયા હતા. તેમની સાથે સ્કૂલ બેગ પણ ફંગોળાઇ જાય છે. આ ઘટના કોઇ સોસાયટીમાંથી નિકળતા ઘટી હોવાનો અંદાજ વાયરલ સીસીટીવી પરથી લગાડવામાં આવી રહ્યો હતો. સ્કૂલ વાનધારકો આરટીઓ અને ટ્રાફિકના નીતિ નિયમોને ઘોળીને પી ગયા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આરટીઓ વિભાગ દ્વારા નિયમોનું પાલન કરી ધારાધોરણ મુજબ સ્કૂલ વાન, રિક્ષા અને બસ માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. શરૂઆતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કડક ચેકિંગ હાથ ધરીને સ્કૂલ વાનધારકોને નિયમોનું પાલન કરવા માટે ફરજ પાડતા સ્કૂલ વાનધારકોએ હડતાળ પાડીને વાલીઓ તથા સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આ અંગે જરૂરી લાઇસન્સ મેળવવા સમય આપતા હડતાળ સમેટાઈ હતી. તંત્રએ પણ કામગીરીને લઈ ઢીલાશ મૂકી ગુજરાતમાં આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક બે દિવસ ડ્રાઈવ કરી હતી. જેમાં હજારો સ્કૂલ વાન ચાલકોમાંથી માંડ 50 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ જો સંયુક્ત ડ્રાઈવ કરી કાયમી ધોરણે આ ડ્રાઈવ ચલાવે તો ચોક્કસથી બેલગામ અને નીતિ નિયમોને નેવે મૂકી ફરનારા વાહનચાલકો સામે ચોક્કસથી લગામ લાગી શકે છે અને બાળકોના જીવની પણ સલામતી જળવાય રહેશે.

Surat: OMG! કીમ-ઓલપાડ હાઈવે પર સ્કૂલવાને પલટી મારતા 6 બાળકો થયા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પરની ઘટના
  • વાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના
  • સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે

રાજયમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી જવાની ઘટના બની છે,જેમાં સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા 6 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા,વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કારે પલટી મારી હતી.સામે રોડ પરથી સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

કારમાં સવાર બાળકો થયા ઈજાગ્રસ્ત

ઇકો કારમાં સવાર વિધાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડયા હતા,કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા.કાર પલ્ટી જવાના CCTV ફૂટેજ આવ્યા હતા.કીમ પોલીસ એ CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે,અને કારના ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે.

21 જૂન 2024ના રોજ વડોદરામાં સ્કૂલવાનમાંથી બાળકો પડયા

વડોદરામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વડોદરા ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ હકીકતે તો સ્થિતી કંઇ અલગ જ છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયામાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો હતો. જેમાં સ્કૂલ વાનમાં જતા બાળકો દરવાજો ખુલી જતા ખરાબ રીતે બહાર પડયા હતા. તેમની સાથે સ્કૂલ બેગ પણ ફંગોળાઇ જાય છે. આ ઘટના કોઇ સોસાયટીમાંથી નિકળતા ઘટી હોવાનો અંદાજ વાયરલ સીસીટીવી પરથી લગાડવામાં આવી રહ્યો હતો.

સ્કૂલ વાનધારકો આરટીઓ અને ટ્રાફિકના નીતિ નિયમોને ઘોળીને પી ગયા

શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આરટીઓ વિભાગ દ્વારા નિયમોનું પાલન કરી ધારાધોરણ મુજબ સ્કૂલ વાન, રિક્ષા અને બસ માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. શરૂઆતમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કડક ચેકિંગ હાથ ધરીને સ્કૂલ વાનધારકોને નિયમોનું પાલન કરવા માટે ફરજ પાડતા સ્કૂલ વાનધારકોએ હડતાળ પાડીને વાલીઓ તથા સરકારનું નાક દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આ અંગે જરૂરી લાઇસન્સ મેળવવા સમય આપતા હડતાળ સમેટાઈ હતી.

તંત્રએ પણ કામગીરીને લઈ ઢીલાશ મૂકી

ગુજરાતમાં આરટીઓ વિભાગ અને ટ્રાફિક પોલીસે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક બે દિવસ ડ્રાઈવ કરી હતી. જેમાં હજારો સ્કૂલ વાન ચાલકોમાંથી માંડ 50 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ જો સંયુક્ત ડ્રાઈવ કરી કાયમી ધોરણે આ ડ્રાઈવ ચલાવે તો ચોક્કસથી બેલગામ અને નીતિ નિયમોને નેવે મૂકી ફરનારા વાહનચાલકો સામે ચોક્કસથી લગામ લાગી શકે છે અને બાળકોના જીવની પણ સલામતી જળવાય રહેશે.