Ambajiમાં ભાદરવી પૂનમના મેળાની આજથી થઈ શરૂઆત, ભકતોમાં અનેરો ખુશીનો માહોલ છાવાયો

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી મેળાની શરૂઆત થઈ ગઈ છે,આ મેળામાં ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએથી પદયાત્રીઓ અંબાજી આવે છે અને ધજા ચઢાવે છે.12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. ભાદરવી પૂનમના મહામેળામાં દરમિયાન 1000 ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે. વહેલી સવારથી મોડી રાત સુધી મંદિર ખુલ્લુ રહેશે ભાદરવી મેળાને લઈ અંબાજી મંદિરમાં સવારે 6 થી 6.30 વાગ્યા સુધી આરતી કરાશે. મા અંબાના ભક્તો માટે સવારે 6 થી 11.30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ત્યાર બાદ 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. બપોરે 12.30 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. સાંજે 7.થી 7.30 વાગ્યા સુધી આરતી કરાશે. 7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ભોજનની પણ કરાઈ વ્યવસ્થા ભાદરવી પૂનમનો મહા મેળાને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાલુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી અંબાજીમા આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ ની સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી,ટોયલેટ, ભોજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભક્તો નિશુલ્ક ભોજન નો લાભ લઈ શકશે. અંબાજી મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા પણ મેળવી શકાશે 01-સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે. 02-જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે 03-ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે. 04-ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે. 05-પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે. 06-છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે. 07-જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે. સાત દિવસ ચાલશે અંબાજીમાં મેળો અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો સાત દિવસ ચાલશે, ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે. લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે તો, તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદરવા સુદ પૂનમ છે.માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.  

Ambajiમાં ભાદરવી પૂનમના મેળાની આજથી થઈ શરૂઆત, ભકતોમાં અનેરો ખુશીનો માહોલ છાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભાદરવી મેળાની શરૂઆત થઈ ગઈ છે,આ મેળામાં ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએથી પદયાત્રીઓ અંબાજી આવે છે અને ધજા ચઢાવે છે.12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. ભાદરવી પૂનમના મહામેળામાં દરમિયાન 1000 ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે.

વહેલી સવારથી મોડી રાત સુધી મંદિર ખુલ્લુ રહેશે

ભાદરવી મેળાને લઈ અંબાજી મંદિરમાં સવારે 6 થી 6.30 વાગ્યા સુધી આરતી કરાશે. મા અંબાના ભક્તો માટે સવારે 6 થી 11.30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ત્યાર બાદ 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. બપોરે 12.30 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. સાંજે 7.થી 7.30 વાગ્યા સુધી આરતી કરાશે. 7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.

ભોજનની પણ કરાઈ વ્યવસ્થા

ભાદરવી પૂનમનો મહા મેળાને લઈને વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દીધી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રાલુઓ ને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી અંબાજીમા આવી અને માતાજીના દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ ની સુરક્ષા સલામતી સાથે વિસામાં પીવાના પાણી,ટોયલેટ, ભોજન સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભક્તો નિશુલ્ક ભોજન નો લાભ લઈ શકશે.

અંબાજી મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા પણ મેળવી શકાશે

01-સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે.

02-જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે

03-ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે.

04-ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે.

05-પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે.

06-છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે.

07-જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે.

સાત દિવસ ચાલશે અંબાજીમાં મેળો

અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો સાત દિવસ ચાલશે, ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે. લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે તો, તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદરવા સુદ પૂનમ છે.માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.