Surat News : સુરતમાં સ્ટેટ લેવલ રનરને કચરાની ગાડીએ ટક્કર મારતાં મોત, ડ્રાઈવર લર્નિગ લાયસન્સ પર ચલાવતો હતો ટેમ્પો

Aug 30, 2025 - 14:00
Surat News : સુરતમાં સ્ટેટ લેવલ રનરને કચરાની ગાડીએ ટક્કર મારતાં મોત, ડ્રાઈવર લર્નિગ લાયસન્સ પર ચલાવતો હતો ટેમ્પો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં વધુ એક વખત રફતારના રાક્ષસનો આતંક સામે આવ્યો છે, જેમાં કચરાની ગાડીના ડ્રાઈવરે સ્ટેટ લેવલ રનરને ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે, ડ્રાઈવર ટેમ્પો મૂકીને ફરાર થાય તે પહેલા લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો, તો પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.

સુરત મનપા ટેમ્પોના ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લીધો

સુરત મનપા ટેમ્પોના ચાલકે નેશનલ દોડવીરનો ભોગ લીધો છે, ટેમ્પો ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો અને વિધી કદમ નીચે પડતા તેનું મોત થયું છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રાઈવર પાસે પાકુ ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું અને તે લર્નિંગ લાયસન્સ પર મનપાનો ટેમ્પો ચલાવતો હતો અને ટેમ્પો ચાલક 22 વર્ષયી ગિરીશ અડડની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, ખટોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મૃતક વિધિ કદમે સ્પોટ એકટિવિટીમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે

મૃતક વિધી તેના પરિવાર સાથે સુરતમાં રહેતી હતી અને તેનું મૂળ વતન મહારાષ્ટ્રમાં છે, મૃતક વિધીના પરિવારમાં માતા-પિતા-ભાઈ છે, તો પિતા દરજી કામ કરીને ગુજરાન ચલાવે છે, વિધિ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી અને સ્ટેટ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે. હાલ તે અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જિમમાં ટ્રેનર તરીકે કામ કરતી હતી, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

સુરત મનપાના અધિકારી સામે પણ ગુનો નોંધવામાં આવશે ?

સમગ્ર ઘટનામાં પરિવારે તો દીકરી ગુમાવી દીધી છે પરંતુ એસી ચેમ્બરમાં બેસીને ઓર્ડર કરતા અધિકારી સામે ગુનો નોંધાશે કે નહી તે તો પોલીસ જાણે, શું અધિકારીને ખબર હતી કે નહી કે ડ્રાઈવર પાસે લર્નિગ લાયન્સ છે ? જો મનપાના અધિકારીને ખબર હોય કે લર્નિગ લાયન્સ છે તો શું કામ ટેમ્પો ચલાવવા આપ્યો અને જો ખબર નથી કે લર્નિગ લાયસન્સ છે તો શું આ ડ્રાઈવરોની નોકરીને લઈ સુરત કોર્પોરેશનમાં કૌંભાડ ચાલી રહ્યું છે ? પોલીસ કોર્પોરેશનના અધિકારી સામે પણ ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0