Surat News : સુરતમાં લેબગ્રોન ડાયમટેક કંપનીનું 50 કરોડમાં ઉઠમણું, પહેલા જ નોરતે આરોપી પિતા-પુત્રએ સોનાણી જવેલર્સનું ઉદ્ઘાટન કર્યું હતુ

Sep 26, 2025 - 10:00
Surat News : સુરતમાં લેબગ્રોન ડાયમટેક કંપનીનું 50 કરોડમાં ઉઠમણું, પહેલા જ નોરતે આરોપી પિતા-પુત્રએ સોનાણી જવેલર્સનું ઉદ્ઘાટન કર્યું હતુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કંપનીના ઉઠામણામાં ભાઈ અને પિતા સામે પણ CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે, જુસકો જનરલ ટ્રેડિંગના ડાયરેક્ટર ભોગ બન્યા છે, નાણાંની માંગણી કરતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે, પહેલા જ નોરતે સોનાણી જવેલર્સનું ઉદ્ઘાટન કર્યું હતુ અને મંદી વચ્ચે ઉઠામણું થતા ઉદ્યોગકારો ચિંતાના માહોલ જોવા મળ્યો છે.

સામી દિવાળીએ હીરા કંપનીનું મોટું ઉઠમણું

લેબગોન ડાયમંડ સાથે સંકળાયેલી ડાયમટેક હીરા કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ સીઆઈડીમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. કંપનીના ડાયરેક્ટર સોનાણી પિતા-પુત્રો સામે ગુનો નોંધાતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે વરાછા, અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી (ઉ. વ.૪૩) જુસકો જનરલ ટ્રેડિંગ એએલએલપીના નામે રફી હીરાનો વેપાર કરે છે. કંપનીમાં તેઓ ડાયરેક્ટર 3. DIAMTEK PVT LTD-1 ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેનો ભાઇ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ ૨૦૨૧માં સીટીલાઈટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી.

હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ ૪૨ ડોલર નક્કી થયો હતો

હીરાની મશીનરી બાબતે એક સરખો ધંધો હોવાથી વારંવાર મુલાકાતો થતી હતી અને ધંધાકીય સંબંધો પણ વિકસ્યા હતા. જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે, અમારી પાસે વર્ષોના અનુભવ સાથે મોટી સિસ્ટમ-ટેકનોલોજી છે, ૧૫૦ કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે તેવી ટેકનોલોજી છે. જેમાં ઊંચો નફો થશે એવી વાત કરી હતી. આ ટેકલોનોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ ૨.૧૦ કરોડ આપવાના રહેશે, જે સિસ્ટમ અમારી ફેક્ટરી DIAMTEK PVT LTDHI લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતા રફી હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ ૪૨ ડોલર નક્કી થયો હતો. આ સિસ્ટમમાં ઉત્પાદન થતા હીરામાં ૧૨૫૦ કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ આપવાના થતા હતા અને બાકીના તેઓ પાસે રાખવાના હતા. વેપારી નાકરાણીએ ૨૩.૩૫ કરોડ રૂપિયાનો માલ તેઓને આપ્યો હતો

ડીલ યોગ્ય લાગતા નાકરાણીએ DIAMTEK PVT LTDના બે ખાતામાં ૨.૩૪ કરોડ રોકયા હતા. ત્યારબાદ પ સિસ્ટમ અંતર્ગત MOU ૨૩-૨૨ના રોજ કર્યા હતા. જે પાછળથી ૧૬ સિસ્ટમ થયું હતુ. અગાઉ ૫ મશીનવાળું એમઓયું ૧૯ સિસ્ટમમાં મર્જ કરવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ શરતો નક્કી થઈ હતી. સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની છે, જે આ હીરા ખરીદવા માંગે છે એમ કહ્યું હતુ. વેપારી નાકરાણીએ ૨૩.૩૫ કરોડ રૂપિયાનો માલ તેઓને આપ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0