Surat News : સુરતમાં ડ્રગ્સનું વેચાણ કરતા 3 શખ્સો ઝડપાયા, 20 લાખથી વધુનું ડ્રગ્સ પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં લાલગેટ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ આરોપીને ઝડપી પાડયા છે અને આરોપીઓ પાસેથી 20.70 લાખનો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, આરોપીઓ આગઉ પણ ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂકયા છે, 204.70 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા? કોને આપવાના હતા તે દિશામાં લાલાગેટ પોલીસે તપાસ શરૂ કરી છે અને NDPS એક્ટ મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
સુરતમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ ઝડપી પાડયું
સુરતમાં અવાર-નવાર ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાઈ આવે છે ત્યારે ફરી એક વાર ડ્રગ્સ લાલગેટ પોલીસે ઝડપી પાડયું છે, આરોપીઓ કોડવર્ડનો ઉપયોગ કરીને ડ્રગ્સ વેચતા હોવાની વાત સામે આવી છે તો પોલીસે ડમી ગ્રાહક મોકલીને ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડયા છે, પોલીસે કુલ મળીને 20.79 લાખની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ આરોપીઓની ઓળખ સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મોહંમદ પટેલ (રહે. કોસાડ આવાસ, અમરોલી), તેનો સાગરિત ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર ગુલામહુસૈન પેરીયા (રહે. જમરૂખ ગલી, નાનપુરા) અને ઈમરાન ફકરૂદ્દીન સુલતાનીયા (રહે. જીમખાન, રાંદેર) તરીકે થઈ છે.
કપડા આ ગયા હૈના કોડવર્ડથી ડ્રગ્સનું કરતા વેચાણ
પોલીસને બાતમી હતી કે ગ્રાહકોને કપડા આ ગયા હૈના કોડવર્ડથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા અને જયારે ડમી ગ્રાહકને મોકલ્યો ત્યારે પણ આ જ કોડવર્ડનો ઉપયોગ કર્યો હતો અને સામે વાળા આરોપીઓએ ડ્રગ્સ આપી દીધુ અને પોલીસને તેમને દબોચી લીધા હતા, પોલીસે આરોપીઓના ખિસ્સા અને મોપેડની ડિકીમાંથી 20.70 લાખનું ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ કાંટો, ઇન્જેક્શનની સિરીંજો, ૪ મોબાઇલ, એક મોપેડ અને એક બાઇક સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

