Surat News : સુરતમાં ડમ્પરનો આતંક યથાવત, વરિયાવ રિંગ રોડ પર અકસ્માતમાં મહિલાનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે. વરિયાવ રિંગ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં ડમ્પરની ટક્કરે બાઈક પર જઈ રહેલા એક દંપતીને ગંભીર ઈજાઓ થતાં પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે, જ્યારે પતિને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે.
એક મહિલાનું મોત
મળતી માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ગીતાબેન જૈયાવાળા છે. તેઓ પોતાના પતિ સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ગીતાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમના પતિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે ફરાર ડ્રાઈવરને પકડવા ચક્રો ગતિમાન કર્યા
આ ઘટનાની જાણ થતાં જ જહાંગીપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર ડ્રાઈવરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે. શહેરમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ડ્રાઈવરો, ખાસ કરીને ડમ્પર અને ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વાહન વ્યવહારની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
What's Your Reaction?






