Surat News : સુરતના સીટી લાઇટમાં હુક્કા વેચાણને લઇ કાર્યવાહી, પોલીસે 738 હુક્કા મળી 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલું સુરત શહેર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નશો કરવા માટે વપરાતી સામગ્રી વેચનારા સામે પણ કડક તેવર અખત્યાર કરી સપાટો બોલાવ્યો હતો. સિટીલાઇટમાં લિટલ ગોવા સહિતની ૩ દુકાનોમાં દરોડા પાડી ૭૩૮ હુક્કા, ૬૨૫ હુક્કા પાઈપ સહિત રૂા.૧૬.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય દુકાનદારોની અટકાયત કરી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાડયા હતા દરોડા
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સની બદી પર સકંજો કસી રહી છે. ડ્રગ્સ માફિયા, પેડલર, વિક્રેતાની સાથોસાથ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ વેચનારા સામે પણ લાલ આંખ કરી છે. દરમિયાન પોલીસ કર્મીઓ ઇમ્તિયાઝ મન્સૂરી, સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે સિટીલાઇટ રોડ પર મહેશ્વરી ભવન સામે નવ મંગલમ્ શોપિંગ કોમ્પલેક્સમાં લિટલ ગોવા, દેવ ટ્રેડર્સ અને રોડન ટ્રેડર્સમાં દરોડા પાડયા હતા.
પોલીસે 3 શખ્સની અટકાયત કરી પૂછપરછ કરી
જ્યાં ત્રણેય દુકાનોમાંથી ૭૩૮ હુક્કા, ૬૨૫ હુક્કાના પાઈપ વિગેરે મળી ૧૯.૯૮ લાખની મત્તા કબ્જે લેવાઈ હતી. એસઓજીએ લિટલ ગોવાના સંચાલક ખુશાલસિંગ રણજીતસિંગ બિસ્ટ (ઉ.વ.૪૭, રહે- સિદ્ધિ વિનાયક, સિટીલાઇટ- મુળ પોડીગઢવાલ, ઉત્તરાખંડ), દેવ ટ્રેડર્સના સંચાલક વિકાસ પ્રવિણચંદ્ર મોદી (ઉ.વ.૪૬, રહે- સૂત્રાલી બંગ્લોઝ, એલપી સવાણી રોડ, અડાજણ) અને રોહન ટ્રેડર્સના માલિક ધર્મેશ મધુસુદન ચાંદલેકર (ઉ.વ.૪૦, રહે- ઠાકોરદીપ સોસાયટી, બ્રેડ લાઈનર સર્કલ પાસે, અલથાણ-મુળ રાયગઢ)ની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : Surat News : સુરત ફૂડ વિભાગની કાર્યવાહી, પોંક વડા અને સેવના 12 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

