Surat News: સચિનમાં હોજીવાલા કંપનીમાં લાગેલી આગ બુઝાવવા 60 જેટલા ફાયર જવાનોની જહેમત

Nov 19, 2026 - 00:00
Surat News: સચિનમાં હોજીવાલા કંપનીમાં લાગેલી આગ બુઝાવવા 60 જેટલા ફાયર જવાનોની જહેમત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં આવેલી હોજીવાલા કંપનીની ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી ગઈ હતી.આ બનાવ અંગે તુરંત જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કુલ 10 જેટલી ફાયર ફાઈટર ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી.

ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો

આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાના 60 જેટલા ફાયર જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે.ફાયર વિભાગની સઘન જહેમત બાદ ફેક્ટરીના પહેલા અને બીજા માળની આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે.જોકે આ બિલ્ડિંગના ત્રીજા માળે આગ હજુ પણ ચાલુ હોવાથી ત્યાં પાણીનો મારો ચલાવવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.ફાયરના જવાનો દ્વારા ત્રીજા માળે લાગેલી આગને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેય તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ફેક્ટરીની અંદર રહેલું ઓઈલ તેમજ અન્ય મટિરિયલ સળગ્યું

આ ઘટના અંગે વિગતો આપતાં સુરત મનપાના ફાયર ઓફિસર હરેશ ગઢવીએ જણાવ્યું હતું કે ફેક્ટરીની અંદર રહેલું ઓઈલ તેમજ અન્ય મટિરિયલ સળગી રહ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે.આ સામગ્રીના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે સૌથી મોટી રાહત અને સદનસીબની બાબત એ રહી છે કે ફેક્ટરીની અંદર કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી ફસાયું નથી, જેના પરિણામે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી શકી છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રીજા માળે લાગેલી આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવા માટે સતત પાણીનો મારો ચલાવીને કામગીરી પૂર્ણ કરવાની તજવીજ જારી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: સરકાર બુલેટ ટ્રેન માટે પાવર સપ્લાય ક્યાંથી મેળવશે, જાણો કોણ ભરશે તેનું બિલ?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0