Surat News: નકલી નોટોના કેસમાં સંડોવાયેલા યોગગુરૂ પ્રદિપ સામે આયુર્વેદિક ડોક્ટરોએ કાર્યવાહીની માગ કરી

Mar 23, 2026 - 15:00
Surat News: નકલી નોટોના કેસમાં સંડોવાયેલા યોગગુરૂ પ્રદિપ સામે આયુર્વેદિક ડોક્ટરોએ કાર્યવાહીની માગ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા નકલી ચલણી નોટોના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતમાં આ નોટો ઢોંગી યોગગુરૂ પ્રદિપના આશ્રમમાં તૈયાર થતી હતી. ત્યારે આ નકલી યોગગુરૂ પ્રદિપ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ડિગ્રી નહીં હોવા છતાં આયુર્વેદની સારવાર કરતા આ પ્રદિપ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આયુર્વેદિક ડોક્ટરોએ કડક કાર્યવાહી માટે બેઠક યોજી હતી. હવે તેઓ આરોગ્ય મંત્રીને રજૂઆત કરશે. તેઓ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળીને રજૂઆત કરશે.

બોગસ આયુર્વેદિક ડોક્ટરો સામે પગલાં ભરવા રજૂઆત

નકલી ચલણી નોટોના કેસમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદિપ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ યોગગુરૂ ડિગ્રી નહીં હોવા છતાં આયુર્વેદિક સારવાર કરતો હતો. આયુર્વેદિક ડોક્ટરોમાં આ ઢોંગી બાબા સામે રોષ ફેલાયો છે. સુરતમાં આયુર્વેદિક ડોક્ટરો એકત્ર થઈ ઢોંગી બાબા પ્રદીપ જેવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે માટે બેઠક કરી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, આવા બાબાઓને કારણે જ આયુર્વેદિક શિક્ષણ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. આવતા અઠવાડિયે સુરતના આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાને મળીને રજૂઆત કરશે. બની બેઠેલા બોગસ આયુર્વેદિક ડોક્ટરો સામે પગલાં ભરવા રજૂઆત કરશે.

યોગગુરૂના આશ્રમને જમીનદોસ્ત કરવા માગ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપવામાં આવેલી નકલી નોટોના કેસમાં યોગ ગુરૂ પ્રદીપનો સુરતમાં કામરેજના ધોરણ પારડી ખાતે આવેલો આશ્રમ વિવાદમાં આવ્યો છે. આ કેસમાં આશ્રમનું નામ ખૂલતાં જ લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોએ આશ્રમને જમીનદોસ્ત કરવા માગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય પાસે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ આશ્રમમાં મોડી રાત સુધી મહિલાઓની અવરજવર રહેતી હતી. ગ્રામજનોએ આ આશ્રમમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ કર્યો છે.


આ પણ વાંચોઃ PM Modi In Lok sabha 2026: સરકાર ઘરેલુ LPGને પ્રાથમિકતા આપી રહી છે, બોલ્યા પીએમ મોદી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0