Surat News: ડૂમસ સી-ફેસ પરથી મુખ્યમંત્રીનું સંબોધન, 'ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની શાન ગણાતા ડૂમસ સી-ફેસ ખાતે 66મા ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો અને સુરત શહેરને રાજ્યના વિકાસનું હૃદય ગણાવ્યું હતું.
સુરત: હીરા, ટેક્સટાઈલ અને રોજગારીનું હબ
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતની વિકાસ યાત્રાને વિશ્વ સ્તરે નજરઅંદાજ કરી શકાય તેમ નથી. હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગને કારણે સુરતે આંતરરાષ્ટ્રીય ફલક પર વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉદ્યોગો થકી લાખો લોકોને રોજગારી મળી રહી છે, જે ગુજરાતના અર્થતંત્રને મજબૂતી આપે છે.
સુરતીઓનો ઋણ સ્વીકાર અને આભાર
તાજેતરમાં મહાનગરપાલિકામાં મળેલી જીત બદલ મુખ્યમંત્રીએ સુરતના નાગરિકોનો ખાસ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, સુરત ગ્રીન અને ફ્યુચર રેડી સિટી તરીકે આગળ વધી રહ્યું છે. સુરતમાં બનેલો ડેડિકેટેડ BRTS કોરિડોર ટ્રાફિક વ્યવસ્થા માટે એક મોડેલ સાબિત થયો છે. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતનું ટોચનું સ્થાન સુરતીઓની જાગૃતિનું પરિણામ છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ ગુજરાતના વિકાસને નવી ગતિ મળી છે. વડાપ્રધાન મોદીએ આપેલા 'વિકસિત ભારત @2047' ના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત 'ગ્રોથ એન્જિન' તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને એવોર્ડ એનાયત કરી મુખ્યમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યવ્યાપી 'બાળ ભિક્ષા મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, ભિક્ષા નહીં શિક્ષાના મંત્ર સાથે શ્રી શક્તિ સેવા કેન્દ્રની મોટી પહેલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

