Surat News : જવેલર્સની દુકાનમાં હત્યા બાદ 4 લૂંટારૂઓએ કર્યો લૂંટનો પ્રયાસ, 1 લૂંટારૂને સ્થાનિકોએ માર મારતા થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. શહેરમાં લૂંટારૂ તત્વો અને અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને અવારનવાર ચોરી, લૂંટફાટ, મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના સચિવ વિસ્તારમાં જ લૂંટારૂઓ બેફામ બન્યા છે. આ વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જવેલર્સ નામની દુકાનમાં ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જવેલર્સની દુકાનમાં ફાયરિંગ થતાં એક વ્યક્તિને ગોળી પણ વાગી છે.
સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જવેલર્સની દુકાનમાં બન્યો બનાવ
ત્યારે જવેલર્સની દુકાનમાં ગોળી વાગતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચાર જેટલા લૂંટારૂઓએ દુકાનમાં ઘુસીને લુંટનો પ્રયાસ કર્યો છે, જેમાંથી એક લૂંટારૂને સ્થાનિક લોકોએ પકડીને મેથીપાક ચખાડ્યો છે. ત્યારે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ લૂંટારૂઓને માર મારતા તેનું પણ મોત થયું છે. જો કે લૂંટનો પ્રયાસ કરીને 3 લુંટારૂઓ તો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.
અમદાવાદ ગ્રામ્ય LCBએ સચાણા હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તાજેતરમાં જ સચાણા હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલ્યો છે અને લૂંટના ગુનામાં સંડોવાયેલ ગેડીયા ગેંગના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી હઝરત ઉર્ફે હજુ ગેડીયા અને લાલશા ફકીરની એલસીબીની ટીમે ધરપકડ કરી છે. જ્યારે લુંટમાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગેની હકીકત એવી છે કે એક અઠવાડિયા પહેલા સચાણા હાઈવે પર ટ્રક ચાલકને માર મારી 70 લીટર ડીઝલ લૂંટ ચલાવાઈ હતી. જે અંગે વિરમગામ રૂરલ પોલીસે ગુનો નોંધાયો હતો. મહત્વનું છે કે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ કાર કબજે કરાઈ છે.
What's Your Reaction?






