Surat News: કીમ-માંડવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

Aug 22, 2026 - 17:00
Surat News: કીમ-માંડવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના કીમ-માંડવી મુખ્ય માર્ગ પર એક હૃદયકંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અરેઠ તાલુકા હેઠળ આવતા હરિયાલ ગામ નજીકથી પસાર થઈ રહેલા એક અજાણ્યા યુવકને ઝડપભેર આવી રહેલા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવક રસ્તા પર પટકાતા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર

રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધા બાદ અજાણ્યો વાહનચાલક માનવતા નેવે મૂકીને પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે અજાણ્યા યુવકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનો એકઠા થઈ ગયા હતા.

Surat News: Hit and Run, Youth Killed in on Kim-Mandvi Road Accident

તડકેશ્વર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ઘટના અંગે જાણ થતાં જ તડકેશ્વર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહનચાલકની શોધખોળ કરવા માટે આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Surat News: સતીશ મરાઠે હત્યા કેસના આરોપી સહિત ગેંગની જેલ ટ્રાન્સફર માટે જેલરે કોર્ટમાં અરજી કરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0