Surat News: કીમ-ઓલપાડ રોડ પર સર્જાયો ભયંકર અકસ્માત, એક યુવતીનું કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કીમ-ઓલપાડ રોડ પરથી પસાર થઈ રહેલી એક કારને અચાનક અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રોડ પર એક મરેલું ભૂંડ પડ્યું હતું, જેના પર કારનું ટાયર ચઢી જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. નિયંત્રણ બહાર ગયેલી કાર રોડની સાઈડમાં આવેલા કાંસ (પાણીના નાળા) માં જોરભેર ખાબકી હતી.
કાર કાંસમાં ખાબકતા એકનું મોત
કારમાં સવાર બે યુવતીઓ પૈકી એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અન્ય એક યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક કીમ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એક યુવતી કામરેજના વિહાણ ગામની અને બીજી યુવતી બારડોલીની રહેવાસી છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરી
આ બંને યુવતીઓ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને કોઈ કામ અર્થે જઈ રહી હતી ત્યારે આ કાળમુખી ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. રસ્તા પર પડેલા મૃત પશુને કારણે એક આશાસ્પદ યુવતીએ જીવ ગુમાવતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

