Surat News: આવતીકાલે સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન, આજથી બુકિંગ શરૂ કરાયું

Oct 1, 2026 - 10:00
Surat News: આવતીકાલે સુરત ઉદયપુર વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન, આજથી બુકિંગ શરૂ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત અને ઉદયપુર વચ્ચે દોડનારી દક્ષિણ ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનને આગામી બીજી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ લીલીઝંડી બતાવી ઉદયપુર માટે પ્રસ્થાન કરાવશે.શુક્રવારે સવારે 10 વાગ્યે સુરતથી રવાના થશે.આ ટ્રેનનું પહેલી ઓક્ટોબરથી બુકિંગ શરૂ થશે.જોકે 30મીએ પણ રેલવેતંત્ર દ્વારા આ ટ્રેન ભાડા બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી.જોકે, શુક્રવારે ઉદ્ઘાટન રન બાદ ટ્રેન તેના શિડ્યુઅલ પ્રમાણે દોડાવશે. આધુનિક સલામતી, વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને ઝડપી પ્રવેશથી સજ્જ આ સ્વદેશી ટ્રેન બંને ઐતિહાસિક શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર ઘટાડશે.

આજથી બુકિંગ શરૂ કરાયું

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ,ટ્રેન નં.26904 ઉદયપુર- સુરત વંદે ભારત 3 ઓક્ટોબરથી અને ટ્રેન નં.26903 સુરત- ઉદયપુર વંદે ભારત 4 ઓક્ટોબરથી નિયમિત સેવામાં જોડાશે.મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડનારી આ ટ્રેન સુરતથી સવારે 6.10 વાગ્યે ઉપડી બપોરે 1.40 વાગ્યે ઉદયપુર પહોંચશે.જ્યારે પરત ફરતી વેળા ઉદયપુરથી બપોરે 3.35 વાગ્યે રવાના થઈ રાત્રે 11.00 વાગ્યે સુરત આવી પહોંચશે.આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર સ્ટેશને થોભશે.ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને એસી ચેરકાર કોચ હશે.નિયમિત ટ્રેનનું બુકિંગ 1 ઓક્ટોબરથી PRS કાઉન્ટર તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

નવું રેક સુરત રેલવે સ્ટેશને આવી પહોંચ્યું

સુરત અને ઉત્તર ગુજરાત-રાજસ્થાન વચ્ચે રોજેરોજ હજારો લોકો મુસાફરી કરે છે.વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર સમયની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે ઘટી જશે. આધુનિક એર-કંડિશનર કોચ,ઓટોમેટિક દરવાજા, જીપીએસ બેઝ્ડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને ઉત્કૃષ્ટ બેઠક વ્યવસ્થાથી સજ્જ આ ટ્રેન મુસાફરોને પ્રીમિયમ સફરનો અહેસાસ કરાવશે.સુરત-ઉદેપુર વંદે ભારત એક્સપ્રેસનું નવું રેક સુરત રેલવે સ્ટેશને આવી પહોંચ્યું છે. આ ટ્રેનને સુરત સ્ટેશન નજીક આવેલા કોચિંગ યાર્ડ ખાતે રાખવામાં આવી છે. જ્યાં રેલવેના ટેકનિકલ એન્જિનિયરો અને અધિકારીઓ દ્વારા ટ્રેનનું ફાઇનલ ટેસ્ટિંગ તેમજ ઝીણવટભર્યું ઇન્સ્પેક્શન હાથ ધરાઈ હતી. 

આ પણ વાંચોઃ Ahmedabad News: મકરબા બ્રિજની ડિઝાઈનનો વિવાદ, બ્લેકલિસ્ટ કરેલી વિવાદાસ્પદ એજન્સી સામે AMC લાચાર



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0