Surat News : AAPના હવાલા કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ આકાશ મિશ્રા અને અજય તિવારીની પુછપરછ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટી (આપ)ના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા અત્યંત ગુપ્ત અને સુનિયોજિત હવાલા કાંડનો પર્દાફાશ થયો હતો. દિલ્હીથી છેલ્લા છ મહિનામાં રૂ. 1.25 કરોડ જેટલું મસમોટું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલાયું હોવાનો ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓને તેજ કરવા માટે ફંડ વપરાતું હોવાની વાતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તેમજ અજય તિવારીનાં નામો ખૂલ્યા છે.
હિમાંશુ પાહુજાના કેજરીવાલ સાથેના ફોટા વાયરલ
આંગડિયા પેઢીના માલિકે સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે, ગઈ કાલે પોલીસે તપાસ કરીને માહિતી મેળવી હતી. મેં બધી માહિતી પોલીસને આપી છે છ મહિનામાં સવા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. હવાલાકાંડના પૈસા દિલ્હીથી આવતા હતાં. આ કૌભાંડમાં સુરતના આકાશ મિશ્રા અને અજય તિવારીની સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઇન્કમટેક્સ વિભાગ પુછપરછ કરશે. દિલ્હીનો હિમાંશુ પાહુજા હવાલાકાંડનો મુખ્ય સૂત્રધાર છે.હિમાંશુ પાહુજાના કેજરીવાલ સાથેના ફોટા વાયરલ થયા છે.
કોંગ્રેસનો કાર્યકર્તા હતો હાલ તે આપમાં સક્રિય છે
આકાશ મિશ્રા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA છે.અજય તિવારી ગેરકાયદે ભંડોળનો મદદગાર હતો. મતદારોને રિઝવવા નાણાં મોકલાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં 1. 25 કરોડ મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસનો રેલો મોટા માથાઓ સુધી પહોચી શકે છે. દિલ્હીથી હવાલા મારફતે નાણાં મોકલતો હિમાંશુ પાહુજા પહેલાં કોંગ્રેસનો કાર્યકર્તા હતો. હાલ તે આપમાં સક્રિય છે. હિમાંશુ આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો અંગત મનાય છે.તે દિલ્હીથી ફંડ મોકલવાનું કામ સંભાળતો હતો. હિમાંશુ પાહુજાના અરવિંદ કેજરીવાલ અને ગોપાળ ઇટાલિયા સાથેના ફોટા પણ વાયરલ થયા છે.
આ પણ વાંચોઃ Surat: આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડનો પર્દાફાશ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

