Surat News: 27 વર્ષ જૂના ફાયરિંગ કેસમાં પોલીસને મળી સફળતા, બિહારથી ઝડપાયો આરોપી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પોલીસની 'નો ટોલરન્સ' નીતિ અને જૂના વણઉકેલ્યા ગુનાઓ ઉકેલવાની ઝુંબેશને મોટી સફળતા મળી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજથી આશરે 27 વર્ષ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટેલા કુખ્યાત આરોપી રાજેશ ઉર્ફે બિહારીને પોલીસે બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપી લીધો છે.
27 વર્ષ સુધી પોલીસને આપતો રહ્યો થાપ
ઘટનાની મળતી માહિતી અનુસાર, વર્ષ 1999ની આસપાસ પાંડેસરા પોલીસ મથકની હદમાં આરોપી રાજેશ ઉર્ફે બિહારીએ સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે સુરત છોડીને ભાગી ગયો હતો. છેલ્લા 27 વર્ષથી તે પોતાની ઓળખ છુપાવીને બિહાર સહિતના અલગ-અલગ રાજ્યોમાં મજૂરી કામ કરી છુપાઈને ફરતો હતો. પોલીસ રેકોર્ડ પર તે 'વોન્ટેડ' હતો, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો ન હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી બની નિર્ણાયક
પાંડેસરા પોલીસની ટીમ છેલ્લા કેટલાક સમયથી જૂના નાસતા-ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી તપાસ કરી રહી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને મજબૂત હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો) દ્વારા જાણકારી મળી હતી કે, રાજેશ બિહારમાં છુપાયેલો છે. બાતમી મળતા જ સુરત પોલીસની એક ખાસ ટીમ બિહાર રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી તેને દબોચી લીધો હતો.
ગણતરીના કલાકોમાં બિહાર પહોંચીને કાર્યવાહી
સુરત પોલીસની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીને ઝડપી લાઈને સુરત લાવવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો છે. 27 વર્ષ બાદ આરોપી ઝડપાતા પોલીસ વિભાગમાં પણ ચર્ચા જાગી છે કે, ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાની પકડથી લાંબો સમય બચી શકતો નથી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat News: સચિન GIDCની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

