Surat News : 16 દિવસમાં 21 કામોનો ખેલ, રૂ. 41 લાખ ચાઉં કરનાર ઓલપાડના સરપંચ રૂચિકા પટેલ સસ્પેન્ડ,
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતમાં મોટા પાયે નાણાકીય અનિયમિતતા અને ભ્રષ્ટાચારનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ મોટી કાર્યવાહી કરી છે. ઓલપાડના મહિલા સરપંચ રૂચિકા પટેલ સામે ગંભીર આક્ષેપો સાબિત થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સરપંચ સામે પંચાયતના ઉપસરપંચ સહિત 12 જેટલા સભ્યોએ એકજૂટ થઈને ગંભીર અનિયમિતતાઓની લેખિત ફરિયાદ કરી હતી.
માત્ર 16 દિવસમાં 21 કામો કાગળ પર પૂર્ણ દર્શાવ્યા
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, મહિલા સરપંચ રૂચિકા પટેલે પંચાયતની મંજૂરી કે ઠરાવ વિના જ બારોબાર 21 જેટલા વિકાસકામોના ઠરાવ કરી નાખ્યા હતા. એટલું જ નહીં, આશ્ચર્યજનક રીતે માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં તમામ 21 કામો કાગળ પર જ પૂર્ણ થયેલા દર્શાવીને રૂ. 41 લાખની માતબર રકમનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું હતું. આ પૈકી રૂ. 25 લાખના કામો માત્ર સ્થળ પર થયા હોવાનો કાગળ પર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવિકતામાં કામો થયા જ ન હતા.
ઉપસરપંચ આનંદ કહારે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો
મહિલા સરપંચે આ સમગ્ર કૌભાંડ આચરવા માટે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને પણ ગેરમાર્ગે દોર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ડીડીઓ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી બાદ ઓલપાડના ઉપસરપંચ આનંદ કહારે પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. ઓલપાડ પંચાયતમાં બનેલી આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લાના રાજકારણમાં અને ગ્રામ પંચાયત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : Surat LCBની મોટી કાર્યવાહી, બંગલામાંથી જુગાર રમતા 11 શખ્સો પકડાયા, ઘરમાલિક ગોરધન સરવૈયા વોન્ટેડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

