Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, 2 બાળકોના રોગચાળાથી મોત થતા તંત્ર દોડતું થયું

Jul 14, 2025 - 12:00
Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, 2 બાળકોના રોગચાળાથી મોત થતા તંત્ર દોડતું થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં ચોમાસાની શરૂઆતમા રોગાચાળો વકર્યો હતો અને એક વર્ષના બે બાળકોના રોગચાળામાં મોત થયા છે, સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે, તો બાળકોને તાવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું છે, ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા છે.

સુરતમાં રોગચાળાએ બે બાળકોનો ભોગ લીધો

સુરતમાં રોગચાળો વકરવો એ સામાન્ય બાબત થઈ છે, અગાઉ પણ રોગચાળો વધતા ઘણા લોકોના મોત થયા છે અને નાના બાળકો સૌથી વધારે મોતને ભેટયા છે, સ્લમ વિસ્તારમાં રોગચાળો વધતો હોય છે અને સુરત પાલિકા તંત્ર જાણે રોગચાળાને અટકવવા માટે કંઈ કરી રહ્યું ના હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક બને અને રોગચાળો અટકે તે જરૂરી બન્યું છે, સ્લમ વિસ્તારમાં ગંદકી અને વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાના કારણે રોગચાળો વધતો હોય છે.

ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરવું

આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી

આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0