Surat News : સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આરોપી સામે ચોરીના નોંધાયા છે 11 ગુના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે, ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે, દેરાસરમાં આરોપીએ તાળુ તોડીને ચોરી કરી હતી અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ પણ થઈ હતી, ત્યારે આ કેસમાં 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
સુરતમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
સુરતના જૈન દેરાસરમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના બની હતી અને આ ઘટનામાં આરોપી ઘણા સમયથી ફરાર હતો અડાજણ પોલીસ મથકમાં આ બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ આરોપીને શોધી રહી હતી, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરીને આરોપી રાજસ્થાન ભાગી ગયો છે, ત્યારે પોલીસે રાજસ્થાનથી આરોપી લાલરામ ગંગારામ સોહનને ઝડપી પાડયો છે, આરોપી પાસેથી મુદ્દામાલ પણ રીકવર કરવામાં આવ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો
આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડી પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે આ કેસમાં ચોરી કરનાર બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી સામે રાજસ્થાન અને ગુજરાતમાં ચોરીના 11 ગુના નોંધાયા છે. આરોપીએ દેરાસરમાંથી મુર્તિના બે ચાંદીના ચક્ષુ, બે ચાંદીની પાંપણ તથા બે દાનપેટીમાંથી રૂપિયા 45,000ની કરી હતી ચોરી, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભુતકાળમાં જૈન દેરાસર માંદિરોમાં પથ્થરો ઘસવાની મજુરી કામ કરતો હતો જેથી જૈન દેરાસર તથા મંદિરની મુર્તિઓ ઉપર ચઢાવેલ આભુષણો તથા દાનપેટીઓના જાણકાર હતો, આરોપી સુરતમાં આવીને ચોરી કરતો અને ત્યારબાદ તેના વતન રાજસ્થાન જતો રહેતો હોવાની વાત પણ સામે આવી છે.
What's Your Reaction?






