Surat news: પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવરને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની ખંડણી માગી, પોલીસે એક આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવર હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવી છે. ટેમ્પો ચાલકને મુંબઇ લઇ જઇ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. વસઇની હોટલમાં બેભાન કરી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. ટેમ્પો ડ્રાઈવરને બ્લેકમેલ કરી 40 હજાર પડાવ્યા છે. ડ્રાઈવર પાસેથી ટેમ્પો પડાવી 10 લાખની ખંડણી માગી હતી. ટેમ્પો ડ્રાઈવરે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે.
પાંડેસરામાં ટેમ્પો ડ્રાઈવર હનીટ્રેપમાં ફસાયો
પાંડેસરામાં ટેમ્પો ભાડેના બહાને મુંબઈ લઇ જઈ હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વસઈની હોટલમાં લઇ જઇ ઘેની પ્રદાર્થ પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડિઓ બનાવી લીધા હતા. ત્યારબાદ તેના થી ભૂલ થઇ ગઈ હોઈ તેવો વિડિઓ બનાવ્યો હતો. ટેમ્પો ડ્રાઈવરને બ્લેકમેલ કરી 40 હજાર રૂપિયા પડાવ્યા હતા. સાથે ટેમ્પો પણ લઇ લીધો અને વધુ 10 લાખની ખંડણીની માગણી કરી હતી.
મુંબઈ લઇ જઈ હનીટ્રેપમાં ફસાવ્યો
આ સમગ્ર મામલે ભોગ બનનાર ટેમ્પો ડ્રાઈવરે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી છે. વસઈની હોટલમાં લઇ જઇ ઘેની પ્રદાર્થ પીવડાવી બેભાન કરી અશ્લીલ વિડિઓ બનાવી લીધા હતા. ત્યારબાદ તેના થી ભૂલ થઇ ગઈ હોઈ તેવો વિડિઓ બનાવ્યો હતો.
What's Your Reaction?






