Surat News: તાપી નદીમાં 4થી 5 વિશાળકાય મગરો દેખાયા, નદી કિનારે હાઈએલર્ટ જાહેર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં એકસાથે 4 થી 5 વિશાળકાય મગરો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.તાપી નદીના ફુલપાડા અને અમરોલી વચ્ચેના નદીના પટમાં આ મગરો આરામ ફરમાવતા નજરે પડ્યા હતા.આ ઘટના સામે આવતા જ નદી કિનારે અવરજવર કરતા સ્થાનિક માછીમારો અને કિનારાના રહીશો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.
ફુલપાડા અમરોલી પટમાં મગરો જોવા મળ્યા
નદીમાં દેખાયેલા આ મગરો પૈકી એક મગર અંદાજે 10 થી 12 ફૂટ જેટલો લાંબો અને અત્યંત કદાવર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જ્યારે અન્ય મગરો આશરે 7 થી 8 ફૂટની લંબાઈના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.વન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ ધસમસતા પાણીના પ્રવાહને કારણે આ કદાવર મગરો તણાઈને અહીં સુધી આવી પહોંચ્યા હોવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.
નદી કાંઠે ન જવા લોકોને સૂચના અપાઈ
આ ચોંકાવનારા બનાવની જાણ થતાં જ સુરત વન વિભાગની સ્પેશિયલ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગ દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મગરોને પાંજરે પૂરવા માટે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. આ સાથે જ તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા લોકોને અત્યંત સાવધ રહેવા અને કોઈ પણ સંજોગોમાં નદીના પટમાં ન ઉતરવા માટે કડક તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News: SOGનો સપાટો, 21 કિલો ગાંજા સાથે મહિલા સહિત 3 ઝડપાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

