Surat News: કામરેજમાં ફૂડ વિભાગની રેડ, શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 103 કિલો શંકાસ્પદ ઘી અને મલાઈનો જથ્થો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કામરેજ વિસ્તારમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કામરેજના નવાગામ ખાતે આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોલીસે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ઔદ્યોગિક વસાહતમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને ભેળસેળની આશંકાવાળો કાચો માલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મોટી માત્રામાં ઘી અને મલાઈનો જથ્થો જપ્ત
ઔદ્યોગિક એકમમાં સર્ચ ઓપરેશન દરમિયાન કામરેજ પોલીસને સ્થળ પરથી આશરે 103 કિલો જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ સિવાય ઘી બનાવવામાં વપરાતી 112 કિલો જેટલી મલાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રિપોર્ટ પર નજર
આ મામલે કામરેજ પોલીસ દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને શંકાસ્પદ ઘી તેમજ મલાઈના સેમ્પલ લઈને તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘી નકલી હતું કે કેમ તે અંગેની સચોટ હકીકત અને મોટા ખુલાસા સામે આવશે.
આ પણ વાંચો - Surat News: પૂર પીડિતો માટે ઐતિહાસિક પેકેજ, વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને દુકાનદારો માટે કરોડોની સહાયની મોટી જાહેરાત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

