Surat News: કાકરાપાર કેનાલ 90 દિવસ બંધ રાખવા 50 પિયત મંડળી અને 94 ગામડાનું સરકારને સમર્થન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં કાકરાપાર નહેરનું સ્ટ્રકચર 65 વર્ષ જૂનુ હોવાથી હવે કેનાલની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને કારણે કાકરાપાલ નહેર 90 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આ બાબતે સરકારને 50 પિયત મંડળી અને 94 ગામડાઓનું સમર્થન પ્રાપ્ત થયું છે. 90 દિવસ પાણી બંધ રહેતા ડાંગરના પાકને અસર થશે નહીં. ગામગીરીને કારણે ડાંગરનો 10 ટકા પાક ઓછો થશે.
ડાંગરના પાકમાં 10 ટકા જેટલો ઘટાડો થશે
કાકરાપાર કેનાલની કામગીરી અંતર્ગત 250 કરોડના ખર્ચે નવી નહેર, સ્ટ્રક્ચર, કેનાલ સાયફન, એક્વાડેક નવું બનાવવામાં આવશે. આ કેનાલના પાણીથી 15 માર્ચ સુધી ડાંગરનો પાક લેવાય છે. પરંતુ હવે કામગીરીને કારણે ડાંગરના પાકમાં 10 ટકા જેટલો ઘટાડો થશે તેવું આગેવાનોનું કહેવું છે. આ ઉપરાંત 20 સપ્ટેમ્બરથી શેરડીનું વાવેતર પણ કરી શકાશે. ગામડાઓમાં હાલમાં વરસાદના કારણે જે નદી નાળા ભરાયા છે તેનાથી પાક લઈ શકાશે. હાલ જે એકવાડેક અને સાયફન જર્જરિત છે તે તૂટી પડે તો લોકોને ખૂબ નુકસાની થશે.સાયફન તેમજ કેનાલ રીપેરીંગ માટે હજુ નોટિફિકેશન જાહેર કરાયુ નથી
મંત્રી મુકેશ પટેલે શું કહ્યું?
અગાઉ મંત્રી મુકેશ પટેલે ખેડૂતોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને ત્યારબાદ નહેરને 90 દિવસ બંધ રાખવા પાછળના વૈજ્ઞાનિક અને તકનીકી કારણો સમજાવ્યા. તેમણે જણાવ્યું કે, નહેરમાં મોટું સમારકામ ચાલી રહ્યું છે અને જો તે સમયસર પૂર્ણ નહીં થાય તો ભવિષ્યમાં નહેરને મોટું નુકસાન થઈ શકે છે. મંત્રીએ ઉમેર્યું કે, ‘જો નહેરમાં નુકસાન થશે તો તેને રિપેર કરવામાં 6 મહિના જેટલો સમય લાગી શકે છે, જે ખેડૂતો માટે વધુ નુકસાનકારક સાબિત થશે’. તેમણે ખાતરી આપી કે રાત-દિવસ કામ ચલાવવામાં આવે તો પણ 90 દિવસનો સમય તો લાગશે.
What's Your Reaction?






