Surat News: અસલી પોલીસ સામે તબિયત બગડીહોવાનું નાટક કરતો નકલી PI ઝબ્બે

પોલીસ-પબ્લિકને પરેશાન કરનારો પાટણથી પકડાયોતિકડમબાજ તરુણ બ્રહ્મભટ્ટ CID ઇન્સ્પેક્ટર નામ લખાવતો હતો  સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો હતો સુરતની પોલીસ અને મહિલા સહિતના લોકોને નકલી પીઆઇ બની હેરાન-પરેશાન કરનારા તિકડમબાજ તરુણ બ્રહ્મભટ્ટને સિંગણપોર પોલીસે પાટણથી દબોચી લીધો હતો. સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો હતો. તબિયત લથડવાનું નાટક કરી ફરી પોલીસને દોડાવી હતી. સિંગણપોર પોલીસે નકલી પીઆઇ તરુણ બ્રહ્મભટ્ટની શનિવારે મોડી સાંજે ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય ત્યક્તા અને બે સંતાનોની માતા બીજા લગ્ન માટે સમાજમાંથી માંગા આવતાં હોઇ થોડાક સમય પહેલાં પાટણના તરુણ ભરત બ્રહ્મભટ્ટનું માંગુ આવ્યું હતું. તરુણ પસંદ નહિ હોઇ મહિલાએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જોકે, આ મહિલા સાથે જ લગ્ન કરવા રઘવાયા બનેલા તરુણ બારોટે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં CID ક્રાઇમ ઇન્સ્પેક્ટર બની વરદી લખાવી હતી. મહિલાનો પુત્ર ખૂંખાર અને વોન્ટેડ ગુનેગાર હોવાનું જણાવી સિંગણપોર અને કતારગામ પોલીસને ઘરે તથા મહિલાના પુત્રના કારખાને મોકલી હતી. વળી, મળતિયા મારફતે મહિલાની જાસૂસી કરાવવા સહિત ચાર ગુના તરુણ બારોટ સામે સિંગણપોર અને કતારગામ પોલીસે નોંધ્યા હતા. નકલી પીઆઇ તરુણ બારોટે મધરાત્રે 2 વાગ્યે અમરોલી પોલીસ મથકમાં કોલ કર્યો હતો. તે સમયે તરુણ બારોટે પોતાની ઓળખ અમદાવાદ PI હિરેન બ્રહ્મભટ્ટ તરીકે આપી જૂના કોસાડ રોડ પર સ્વસ્તિક રોહાઉસમાં રહેતા કલ્પેશ બારોટનું સામાજીક કામ છે એવું કહીં અડધી રાતે અમરોલી પોલીસની પીસીઆરને કલ્પેશ બારોટના ઘરે મોકલી હતી. જે મામલે પણ અમરોલી પોલીસે તરુણ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન સુરતના પ ગુનામાં વોન્ટેડ તરુણ બારોટને સિંગણપોર પોલીસે પાટણથી પકડી પાડયો હતો. આરોપી તરુણ ઉર્ફે પિન્ટુ ભરતભાઇ બ્રહ્મભટ્ટને સુરતમાં સિંગણપોર પોલીસ મથકે લઇ આવી પીઆઇ ગોહિલે પૂછપરછ આદરી હતી. જોકે, અસલી પોલીસનો તાપ જોઇ નકલી પીઆઇ તરુણ પાણી પાણી થઇ ગયો હતો અને તબિયત લથડવાના નાટક શરૂ કરી દીધા હતા. બ્લડ પ્રેશર વધી ગયું છે, છાતીમાં દુઃખાવો ઉપડયો છે, એટેક આવ્યો છે એવું તરુણે રટણ કરતા પોલીસ દોડતી થઇ હતી અને તાકીદે તેને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં.

Surat News: અસલી પોલીસ સામે તબિયત બગડીહોવાનું નાટક કરતો નકલી PI ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ-પબ્લિકને પરેશાન કરનારો પાટણથી પકડાયો
  • તિકડમબાજ તરુણ બ્રહ્મભટ્ટ CID ઇન્સ્પેક્ટર નામ લખાવતો હતો
  •  સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો હતો

સુરતની પોલીસ અને મહિલા સહિતના લોકોને નકલી પીઆઇ બની હેરાન-પરેશાન કરનારા તિકડમબાજ તરુણ બ્રહ્મભટ્ટને સિંગણપોર પોલીસે પાટણથી દબોચી લીધો હતો.

સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો હતો. તબિયત લથડવાનું નાટક કરી ફરી પોલીસને દોડાવી હતી. સિંગણપોર પોલીસે નકલી પીઆઇ તરુણ બ્રહ્મભટ્ટની શનિવારે મોડી સાંજે ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય ત્યક્તા અને બે સંતાનોની માતા બીજા લગ્ન માટે સમાજમાંથી માંગા આવતાં હોઇ થોડાક સમય પહેલાં પાટણના તરુણ ભરત બ્રહ્મભટ્ટનું માંગુ આવ્યું હતું. તરુણ પસંદ નહિ હોઇ મહિલાએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જોકે, આ મહિલા સાથે જ લગ્ન કરવા રઘવાયા બનેલા તરુણ બારોટે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં CID ક્રાઇમ ઇન્સ્પેક્ટર બની વરદી લખાવી હતી. મહિલાનો પુત્ર ખૂંખાર અને વોન્ટેડ ગુનેગાર હોવાનું જણાવી સિંગણપોર અને કતારગામ પોલીસને ઘરે તથા મહિલાના પુત્રના કારખાને મોકલી હતી. વળી, મળતિયા મારફતે મહિલાની જાસૂસી કરાવવા સહિત ચાર ગુના તરુણ બારોટ સામે સિંગણપોર અને કતારગામ પોલીસે નોંધ્યા હતા.

નકલી પીઆઇ તરુણ બારોટે મધરાત્રે 2 વાગ્યે અમરોલી પોલીસ મથકમાં કોલ કર્યો હતો. તે સમયે તરુણ બારોટે પોતાની ઓળખ અમદાવાદ PI હિરેન બ્રહ્મભટ્ટ તરીકે આપી જૂના કોસાડ રોડ પર સ્વસ્તિક રોહાઉસમાં રહેતા કલ્પેશ બારોટનું સામાજીક કામ છે એવું કહીં અડધી રાતે અમરોલી પોલીસની પીસીઆરને કલ્પેશ બારોટના ઘરે મોકલી હતી. જે મામલે પણ અમરોલી પોલીસે તરુણ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન સુરતના પ ગુનામાં વોન્ટેડ તરુણ બારોટને સિંગણપોર પોલીસે પાટણથી પકડી પાડયો હતો. આરોપી તરુણ ઉર્ફે પિન્ટુ ભરતભાઇ બ્રહ્મભટ્ટને સુરતમાં સિંગણપોર પોલીસ મથકે લઇ આવી પીઆઇ ગોહિલે પૂછપરછ આદરી હતી. જોકે, અસલી પોલીસનો તાપ જોઇ નકલી પીઆઇ તરુણ પાણી પાણી થઇ ગયો હતો અને તબિયત લથડવાના નાટક શરૂ કરી દીધા હતા. બ્લડ પ્રેશર વધી ગયું છે, છાતીમાં દુઃખાવો ઉપડયો છે, એટેક આવ્યો છે એવું તરુણે રટણ કરતા પોલીસ દોડતી થઇ હતી અને તાકીદે તેને સારવારાર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતાં.