Surat: 75 લાખના કોપર સ્ક્રેપ ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓની કરાઈ ધરપકડ
સુરતના કોસંબામાં થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવે 48 પર ચોરીની એક ઘટના બની હતી, મુંબઈના પાલઘરથી આશરે 75 લાખથી વધુની કિંમતનો 10 ટનથી વધુનો કોપર સ્ક્રેપનો જથ્થો લઈ અમદાવાદ જવા નીકળેલા ટેમ્પો ચાલક અમદાવાદ નહીં પહોંચતા તપાસ કરતા ટેમ્પો ચાલકનો ફોન બંધ આવતો હતો અને ટેમ્પો ચાલક ગાયબ હતો અને ટેમ્પો કોસંબા પોલીસ મથકની હદમાં આવતા હાઈવેની એક હોટેલ પર પાર્કિંગમાંથી ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો, જેને લઈ ટેમ્પો ચાલકે માલ સગેવગે કરી દીધો હોવાનું જણાતા કંપની મેનેજર દ્વારા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.75 લાખથી વધુની કોપર સ્ક્રેપની થઈ હતી ચોરી જોકે પોલીસે તપાસ કરતા ટેમ્પો ચાલક નકલી નામ ધારણ કરી નકલી લાયસન્સના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી લાગ્યો હોવાનું સામે આવ્યું હતું, જોકે ઘટનાની ગંભીરતાને લઈ કોસંબા પોલીસની સાથે સાથે જીલ્લા LCB અને પેરોલ ફર્લોની ટીમ પણ તપાસમાં જોડાઈ, આ દરમ્યાન એલસીબીને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા કિશન સિંહ રાવત અને લક્ષ્મણ રાવત નામના ઈસમોએ આ ચોરીનો મુદ્દામાલ સગેવગે કર્યો છે. આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી પોલીસે બંને આરોપી પૈકી મુખ્ય સુત્રધાર કિશન સિંહ રાવતની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી હતી અને આરોપીના ગોડાઉનમાંથી 34 લાખથી વધુનો ચોરીનો કોપર સ્ક્રેપનો માલ મળી આવ્યો હતો, તેમજ માલ વેચી મેળવેલા 10 લાખથી વધુની રોકડ પણ મળી આવી હતી, તેમજ માલ ખરીદનાર અન્ય 2 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. કિશનસિંહ અને લક્ષ્મણ સિંહ બંને આરોપીઓએ ટેમ્પો ચાલક સાથે મળીને તમામ માલ સગેવગે કર્યો હતો, તેમજ ચોરી કરેલા તમામ કોપર સ્ક્રેપનો જથ્થો સુરત શહેરમાં ભંગારનો વેપાર કરતા અલગ અલગ વેપારીઓને વેચી દીધો હતો. 10 લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ હાલ કોસંબા પોલીસ વેચી દેવામાં આવેલો ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યા પરથી રીકવર કરી રહી છે અને અન્ય મુખ્ય આરોપી લક્ષ્મણ સિંહ તેમજ ટેમ્પો ચાલક મળી 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેની શોધખોળ કરી રહી છે. સુરતના કોસંબા પોલીસ મથકની હદમાં હાઈવેની હોટેલ પરથી ચોરાયેલો 75 લાખથી વધુની કોપર સ્ક્રેપની ચોરીનો ભેદ જિલ્લા LCBએ ઉકેલી નાખ્યો છે, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 35 લાખનો કોપર સ્ક્રેપ અને 10 લાખથી વધુની રોકડ કબજે કરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા વધુ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કોસંબામાં થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવે 48 પર ચોરીની એક ઘટના બની હતી, મુંબઈના પાલઘરથી આશરે 75 લાખથી વધુની કિંમતનો 10 ટનથી વધુનો કોપર સ્ક્રેપનો જથ્થો લઈ અમદાવાદ જવા નીકળેલા ટેમ્પો ચાલક અમદાવાદ નહીં પહોંચતા તપાસ કરતા ટેમ્પો ચાલકનો ફોન બંધ આવતો હતો અને ટેમ્પો ચાલક ગાયબ હતો અને ટેમ્પો કોસંબા પોલીસ મથકની હદમાં આવતા હાઈવેની એક હોટેલ પર પાર્કિંગમાંથી ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો, જેને લઈ ટેમ્પો ચાલકે માલ સગેવગે કરી દીધો હોવાનું જણાતા કંપની મેનેજર દ્વારા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
75 લાખથી વધુની કોપર સ્ક્રેપની થઈ હતી ચોરી
જોકે પોલીસે તપાસ કરતા ટેમ્પો ચાલક નકલી નામ ધારણ કરી નકલી લાયસન્સના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી લાગ્યો હોવાનું સામે આવ્યું હતું, જોકે ઘટનાની ગંભીરતાને લઈ કોસંબા પોલીસની સાથે સાથે જીલ્લા LCB અને પેરોલ ફર્લોની ટીમ પણ તપાસમાં જોડાઈ, આ દરમ્યાન એલસીબીને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા કિશન સિંહ રાવત અને લક્ષ્મણ રાવત નામના ઈસમોએ આ ચોરીનો મુદ્દામાલ સગેવગે કર્યો છે.
આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી
પોલીસે બંને આરોપી પૈકી મુખ્ય સુત્રધાર કિશન સિંહ રાવતની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી હતી અને આરોપીના ગોડાઉનમાંથી 34 લાખથી વધુનો ચોરીનો કોપર સ્ક્રેપનો માલ મળી આવ્યો હતો, તેમજ માલ વેચી મેળવેલા 10 લાખથી વધુની રોકડ પણ મળી આવી હતી, તેમજ માલ ખરીદનાર અન્ય 2 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. કિશનસિંહ અને લક્ષ્મણ સિંહ બંને આરોપીઓએ ટેમ્પો ચાલક સાથે મળીને તમામ માલ સગેવગે કર્યો હતો, તેમજ ચોરી કરેલા તમામ કોપર સ્ક્રેપનો જથ્થો સુરત શહેરમાં ભંગારનો વેપાર કરતા અલગ અલગ વેપારીઓને વેચી દીધો હતો.
10 લાખથી વધુની રોકડ જપ્ત કરાઈ
હાલ કોસંબા પોલીસ વેચી દેવામાં આવેલો ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યા પરથી રીકવર કરી રહી છે અને અન્ય મુખ્ય આરોપી લક્ષ્મણ સિંહ તેમજ ટેમ્પો ચાલક મળી 6 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેની શોધખોળ કરી રહી છે. સુરતના કોસંબા પોલીસ મથકની હદમાં હાઈવેની હોટેલ પરથી ચોરાયેલો 75 લાખથી વધુની કોપર સ્ક્રેપની ચોરીનો ભેદ જિલ્લા LCBએ ઉકેલી નાખ્યો છે, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 35 લાખનો કોપર સ્ક્રેપ અને 10 લાખથી વધુની રોકડ કબજે કરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા વધુ 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.