Surat: 2500 કરોડની જમીન કૌભાંડમાં ફરિયાદના 25 દિવસ બાદ પણ ઢીલી તપાસ
સુરતમાં 2500 કરોડની જમીન કૌભાંડનો પર્દાફાશ થયો. જમીન કૌભાંડમાં ફરિયાદ બાદ પણ ઢીલી તપાસનો ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. કૌભાંડમાં તત્કાલીન અધિકારીઓ આરોપી હોવાથી ગોકળ ગતિએ તપાસ ચાલી રહી છે. 2500 કરોડની જમીન કૌભાંડને લઈને CID ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થયાને 25 દિવસ વીત્યા છતાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન પૂરતી જ તપાસ સીમિત રહી. CID ક્રાઈમએ 25વસ પહેલાં સાયલન્ટ ઝોનમાં કૌભાંડ થયાની ફરિયાદ નોંધી હતી.જમીન કૌભાંડ તપાસમાં નબળું વલણફરિયાદીએ આક્ષેપ કરતાં કહ્યું કે ₹ ૨૫૦૦ કરોડના જમીન કૌભાંડ કેસમાં તંત્ર દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. CIDની તપાસ કાચબા ગતિએ ચાલી રહી છે. ગુનો નોંધાયાને 25 દિવસ વીત્ય છતાં પણ એક પણ આરોપી ઝડપાયો નથી. સાયલન્ટ ઝોનની તપાસ પણ સાયલન્ટ જેમ ધીમી ગતિએ ચાલી રહી છે. આરોપીઓને હાઇકોર્ટથી પણ રાહત મળી નથી. ફરિયાદીએ આક્ષેપ કર્યો કે અત્યારે લોકોથી લઈને પોલીસ કર્મચારીઓ તમામની નજર મહાકુંભ પર છે. તો નેતાઓ ઉદ્ઘાટન અને સમારંભ વ્યસ્ત છે. જેના કારણે પોલીસ કામગીરીમાં ઢીલાશનું વલણ જોવા મળી રહ્યું છે. પોલીસ સેવા જેવા મહત્વની સેવાઓમાં શુભારંભ અને ઉદ્ઘાટનોની અસર જોતાં રાજ્યમાં ગુનાગેરો વધુ બેફામ બનશે તેવો ભય વ્યક્ત કર્યો. સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ શહેરમાં બોગસ પ્રોપર્ટી કાંડ બનાવી 2500 કરોડની જમીન હડપવાનું કૌભાંડનો સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો. આ કૌભાંડમાં ચાર મોટા બિલ્ડરો અને સરકારી અધિકારીની સંડોવણી સામે આવી.શહેરમાં ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં બનાવટી પ્રોપર્ટી કાર્ડના આધારે 2500 કરોડની જમીન પચાવી પાડવાનો પ્રયાસ સરકારે નિષ્ફળ બનાવ્યો.બ્રોકર દ્વારા પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન માલિકને વેચાણ કરવા જતાં કૌભાંડનો ભાંડો ફૂટયો. જેના બાદ જમીન માલિક આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. સાયલન્ટ ઝોનમાં ષડયંત્રડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલ સાયલન્ટ ઝોનમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ બોગસ પ્રોપર્ટીના દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું.જો કે ડીડીના ખુલાસામાં સમગ્ર હકીકત પરથી પડદો ઉઠ્યો અને કૌભાંડ સામે આવ્યું. ડુમસ સાયલેન્ટ ઝોન કૌભાંડમાં કાનાલાલ ગામીત, અનંત ડાહ્યા પટેલ, બિલ્ડર મનહર કાકડીયા,નરેશ શાહ, પ્રકાશ આસવાની અને લોકનાથ ગંભીર સામે FIR નોંધવામાં આવી. આ કૌભાડંમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણી શકયતા વ્યક્ત કરવામાં આવી. તત્કાલીન અધિકારી કાનાલાલ ગામીત અને અનંત ડાહ્યા પટેલ પણ આરોપી હોવાનો તપાસમાં ખુલાસો થયો. કૌભાંડમાં નામ ખુલતા જ આરોપી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલ 31મી જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે. સાંઠગાંઠની શંકાનિવૃત્ત કરાયેલા સીટી સર્વેના ઉચ્ચ અધિકારી કાના ગામિત સામે પણ કોઈપણ પ્રકારના પગલાં ના લેવાતા ફરિયાદી આઝાદ રામોલિયા તંત્રની ઢીલી કામગીરીની ઝાટકણી કાઢતાં અધિકારી, બિલ્ડરો અને જમીન કૌભાંડીઓ વચ્ચે સાંઠગાંઠની શંકા વ્યક્ત કરી. 25 દિવસ જેટલો સમય થવા છતાં પણ તપાસમાં ઢીલું વલણ અનેક સવાલ પેદા કરે છે. આખરે કોણ આવા કૌભાંડીઓને છાવરે છે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 2500 કરોડની જમીન કૌભાંડનો પર્દાફાશ થયો. જમીન કૌભાંડમાં ફરિયાદ બાદ પણ ઢીલી તપાસનો ફરિયાદ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. કૌભાંડમાં તત્કાલીન અધિકારીઓ આરોપી હોવાથી ગોકળ ગતિએ તપાસ ચાલી રહી છે. 2500 કરોડની જમીન કૌભાંડને લઈને CID ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થયાને 25 દિવસ વીત્યા છતાં ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન પૂરતી જ તપાસ સીમિત રહી. CID ક્રાઈમએ 25વસ પહેલાં સાયલન્ટ ઝોનમાં કૌભાંડ થયાની ફરિયાદ નોંધી હતી.
જમીન કૌભાંડ તપાસમાં નબળું વલણ
ફરિયાદીએ આક્ષેપ કરતાં કહ્યું કે ₹ ૨૫૦૦ કરોડના જમીન કૌભાંડ કેસમાં તંત્ર દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. CIDની તપાસ કાચબા ગતિએ ચાલી રહી છે. ગુનો નોંધાયાને 25 દિવસ વીત્ય છતાં પણ એક પણ આરોપી ઝડપાયો નથી. સાયલન્ટ ઝોનની તપાસ પણ સાયલન્ટ જેમ ધીમી ગતિએ ચાલી રહી છે. આરોપીઓને હાઇકોર્ટથી પણ રાહત મળી નથી. ફરિયાદીએ આક્ષેપ કર્યો કે અત્યારે લોકોથી લઈને પોલીસ કર્મચારીઓ તમામની નજર મહાકુંભ પર છે. તો નેતાઓ ઉદ્ઘાટન અને સમારંભ વ્યસ્ત છે. જેના કારણે પોલીસ કામગીરીમાં ઢીલાશનું વલણ જોવા મળી રહ્યું છે. પોલીસ સેવા જેવા મહત્વની સેવાઓમાં શુભારંભ અને ઉદ્ઘાટનોની અસર જોતાં રાજ્યમાં ગુનાગેરો વધુ બેફામ બનશે તેવો ભય વ્યક્ત કર્યો.
સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ
શહેરમાં બોગસ પ્રોપર્ટી કાંડ બનાવી 2500 કરોડની જમીન હડપવાનું કૌભાંડનો સીઆઈડી ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો. આ કૌભાંડમાં ચાર મોટા બિલ્ડરો અને સરકારી અધિકારીની સંડોવણી સામે આવી.શહેરમાં ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં બનાવટી પ્રોપર્ટી કાર્ડના આધારે 2500 કરોડની જમીન પચાવી પાડવાનો પ્રયાસ સરકારે નિષ્ફળ બનાવ્યો.બ્રોકર દ્વારા પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન માલિકને વેચાણ કરવા જતાં કૌભાંડનો ભાંડો ફૂટયો. જેના બાદ જમીન માલિક આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.
સાયલન્ટ ઝોનમાં ષડયંત્ર
ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલ સાયલન્ટ ઝોનમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું. સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોએ બોગસ પ્રોપર્ટીના દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું.જો કે ડીડીના ખુલાસામાં સમગ્ર હકીકત પરથી પડદો ઉઠ્યો અને કૌભાંડ સામે આવ્યું. ડુમસ સાયલેન્ટ ઝોન કૌભાંડમાં કાનાલાલ ગામીત, અનંત ડાહ્યા પટેલ, બિલ્ડર મનહર કાકડીયા,નરેશ શાહ, પ્રકાશ આસવાની અને લોકનાથ ગંભીર સામે FIR નોંધવામાં આવી. આ કૌભાડંમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણી શકયતા વ્યક્ત કરવામાં આવી. તત્કાલીન અધિકારી કાનાલાલ ગામીત અને અનંત ડાહ્યા પટેલ પણ આરોપી હોવાનો તપાસમાં ખુલાસો થયો. કૌભાંડમાં નામ ખુલતા જ આરોપી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલ 31મી જાન્યુઆરી સુધી રજા પર ઉતરી ગયા છે.
સાંઠગાંઠની શંકા
નિવૃત્ત કરાયેલા સીટી સર્વેના ઉચ્ચ અધિકારી કાના ગામિત સામે પણ કોઈપણ પ્રકારના પગલાં ના લેવાતા ફરિયાદી આઝાદ રામોલિયા તંત્રની ઢીલી કામગીરીની ઝાટકણી કાઢતાં અધિકારી, બિલ્ડરો અને જમીન કૌભાંડીઓ વચ્ચે સાંઠગાંઠની શંકા વ્યક્ત કરી. 25 દિવસ જેટલો સમય થવા છતાં પણ તપાસમાં ઢીલું વલણ અનેક સવાલ પેદા કરે છે. આખરે કોણ આવા કૌભાંડીઓને છાવરે છે?