Surat: હોર્ન વગાડવાની સામાન્ય બાબતમાં થયેલી હત્યાના આરોપીઓ પોલીસ સકંજામાં

આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે આરોપીઓ ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ 16 ઓગસ્ટે વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો અગાઉ પણ આ આરોપીઓ વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે અનેક ગુના સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ સાથે મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આ બનાવને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે બાતમીના આધારે પોલીસે આ ત્રણ હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. આ તમામ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવનારા છે અને આ પ્રકારની ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ રાત્રે જૈનીશ ચૌહાણ નામનો યુવક પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર વરાછાના રામનગરથી પસાર થઈ રહ્યો હતો. ઓવરટેક કરવા માટે વાહનનો હોર્ન વગાડવાના કારણે થઈ હત્યા! આ દરમિયાન તેની આગળ જતા બે બાઈક ચાલકો સર્પાકાર રીતે પોતાનું વાહન હંકારી રહ્યા હતા. જૈનિશ દ્વારા વાહનનો ઓવરટેક કરવા માટે હોર્ન વગાડવામાં આવ્યો હતો કે સામાન્ય એવી બાબતે જૈનિશની આગળ વાહન ચલાવી રહેલા ઈસમ વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીય અને ડેનિસ ઉર્ફે જાડિયો સુરતી રોષે ભરાયા હતા અને જૈનિષ સાથે અચાનક ઝઘડો કરવા લાગ્યા હતા અને આ લોકોએ જૈનીશને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. આરોપીઓ પોલીસથી બચવા પોતાના વતનમાં ભાગ્યા આ ઘટનામાં જૈનિશને પાછળના ભાગે અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળ પરથી નાસી ગયા હતા. આ ઘટના બાબતે 16 ઓગસ્ટના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે બનાવી હતી. જો કે આરોપી પોલીસ પકડથી બચવા માટે પોતાના વતન ભાગી ગયા હતા તો બીજી તરફ આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ આરોપી ભાવનગર નારી ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળતા જ વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીયા અને ડેનિસ ઉર્ફે જાડિયા સુરતીને ભાવનગરની નારી ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા. આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓને મૃતક જૈનિષ સાથે અગાઉ કોઈ બોલાચાલી થઈ ન હતી. માત્ર ગાડીનો હોર્ન વગાડવા બાબતે તેને જૈનિષની હત્યા કરી હતી તો પકડાયેલા આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મુખ્ય આરોપી વિમલ કલસરિયા સામે વલસાડ, પૂણા, અમરોલી, વરાછા, સરથાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ 7 જેટલા ગુના નોંધાયેલા છે, ત્યારે આરોપી ઉત્તમ તળાવીયા સામે પણ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 2 અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે, તો આરોપી ડેનિષ સામે પણ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના નોંધાયેલા છે. 

Surat: હોર્ન વગાડવાની સામાન્ય બાબતમાં થયેલી હત્યાના આરોપીઓ પોલીસ સકંજામાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે આરોપીઓ ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ
  • 16 ઓગસ્ટે વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો
  • અગાઉ પણ આ આરોપીઓ વિરૂદ્ધ નોંધાઈ ચૂક્યા છે અનેક ગુના

સુરતમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ સાથે મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી. આ બનાવને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે બાતમીના આધારે પોલીસે આ ત્રણ હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. આ તમામ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવનારા છે અને આ પ્રકારની ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ રાત્રે જૈનીશ ચૌહાણ નામનો યુવક પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર વરાછાના રામનગરથી પસાર થઈ રહ્યો હતો.

ઓવરટેક કરવા માટે વાહનનો હોર્ન વગાડવાના કારણે થઈ હત્યા!

આ દરમિયાન તેની આગળ જતા બે બાઈક ચાલકો સર્પાકાર રીતે પોતાનું વાહન હંકારી રહ્યા હતા. જૈનિશ દ્વારા વાહનનો ઓવરટેક કરવા માટે હોર્ન વગાડવામાં આવ્યો હતો કે સામાન્ય એવી બાબતે જૈનિશની આગળ વાહન ચલાવી રહેલા ઈસમ વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીય અને ડેનિસ ઉર્ફે જાડિયો સુરતી રોષે ભરાયા હતા અને જૈનિષ સાથે અચાનક ઝઘડો કરવા લાગ્યા હતા અને આ લોકોએ જૈનીશને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.

આરોપીઓ પોલીસથી બચવા પોતાના વતનમાં ભાગ્યા

આ ઘટનામાં જૈનિશને પાછળના ભાગે અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્રણેય આરોપીઓ ઘટના સ્થળ પરથી નાસી ગયા હતા. આ ઘટના બાબતે 16 ઓગસ્ટના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે બનાવી હતી. જો કે આરોપી પોલીસ પકડથી બચવા માટે પોતાના વતન ભાગી ગયા હતા તો બીજી તરફ આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ આરોપી ભાવનગર નારી ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મળતા જ વિમલ કલસરિયા, ઉત્તમ તળાવીયા અને ડેનિસ ઉર્ફે જાડિયા સુરતીને ભાવનગરની નારી ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા.

આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓને મૃતક જૈનિષ સાથે અગાઉ કોઈ બોલાચાલી થઈ ન હતી. માત્ર ગાડીનો હોર્ન વગાડવા બાબતે તેને જૈનિષની હત્યા કરી હતી તો પકડાયેલા આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે મુખ્ય આરોપી વિમલ કલસરિયા સામે વલસાડ, પૂણા, અમરોલી, વરાછા, સરથાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ 7 જેટલા ગુના નોંધાયેલા છે, ત્યારે આરોપી ઉત્તમ તળાવીયા સામે પણ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 2 અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે, તો આરોપી ડેનિષ સામે પણ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના નોંધાયેલા છે.