Surat સુમુલ ડેરી વિવાદ, એક રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઇશ-ઉપ પ્રમુખ સુમુલ

Jul 12, 2025 - 17:00
Surat સુમુલ ડેરી વિવાદ, એક રૂપિયાનો ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઇશ-ઉપ પ્રમુખ સુમુલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો હાલ ચાલી રહ્યો છે. સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજાય હતી. આ બેઠકમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ ખેલાયો હતો. સુમુલ પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપ પ્રમુખ રાજુ પાઠક એક થઈ ગયા. સુમુલ ડેરીની મળેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખનું મોટું નિવેદન. અગાઉ માનસિંહ પટેલ દ્વારા કરાયેલા એક હજાર કરોડના કોભાંડ મુદ્દે નિવેદન. એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઇશ.

મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો

સંસ્થામાં ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે. આંતરિક વિવાદ કોઈ જગ્યાએ નથી. ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે,કોઈને ગેરસમજ થતી હોય છે જે દૂર કરવામાં આવે છે. સચિવ દ્વારા રિપોર્ટ સાનો મંગાવવામાં આવ્યો તે મીડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી પ્રોસેસ કામ થાય છે.

સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી પ્રોસેસ કામ થાય 

કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુધ કાર્ય કર્યું હોય ત્યારે એક બે મંડળીએ ભૂલ કરી હોય. મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. એક નિર્દોષને દંડ ન થવો જોઈએ,મને ભવિષ્ય જોતા આવડતું નથી.મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ છે. કોઈ પણ અમૂલ પેટર્નનું ભંગ થાય તો સુમુલ ચલાવી લેવા માંગતું નથી. આજદિન સુધીમાં કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછવામાં આવ્યું નથી રાજુ પાઠકે જણાવ્યું કે મને પૂછવામાં આવશે ત્યારે હું જવાબ આપીશ. દંડ ફટકારવો તે નીતિ નિયમો લીગાલીટી સાથે આગળ વધીશું.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0