Surat સિવિલમાં માતા બાળકને સ્તનપાન કરાવતી હતી, પ્રેમી બાળકને લઈ ફરાર થયો

Feb 14, 2025 - 09:30
Surat સિવિલમાં માતા બાળકને સ્તનપાન કરાવતી હતી, પ્રેમી બાળકને લઈ ફરાર થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત સુરત સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાંથી સ્તન પાન કરાવવા માટે આપવામાં આવેલું નવજાત બાળક લઈ પરિચિત યુવક સગર્ભા માતા સાથે ભાગી ગયો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ સગર્ભા માતા પોતાના નવજાત બાળક અને પરિચિત યુવક સાથે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ગયા બાદ માતા ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.

10 દિવસ પહેલા સિવિલમાં બાળકને જન્મ આપ્યો

પોલીસ પકડમાં આવેલી સગર્ભા માતાએ જણાવ્યું હતું કે બાળકને લઈ ટ્રેનમાં ભાગી ગયેલો યુવક તેનો પ્રેમી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે પ્રસુતાએ 10 દિવસ પહેલા સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો. બાળકને શ્વાસની તકલીફ હોવાથી ICU માં દાખલ કરવામાં આવ્યો હતો. બાળક ને સ્તન પાન કરાવવા માટે જ પરિવારને આપવામાં આવતો હતો. જોકે પરિચિત યુવક, નવજાત બાળક અને માતા સાથે ભાગી ગયો હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પતિ અને પ્રેમી હોસ્પિટલમાં જોડે રહેતા હતા

ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ સિવિલમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી. સગર્ભા માતા સાથે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે રહેતા હતા. બાળકને સ્તનપાન કરાવવા માટે આઈ સી યુ માંથી માતા પાસે બહાર લઈ જવામાં આવતું હતું. દરમિયાન છ દિવસની સારવાર બાદ બુધવારની સવારે પરિચિત યુવક બાળકને ICU માંથી માતાના સ્તન પાન કરાવવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ ICU ની બહારથી પરિચિત યુવક, સગર્ભા માતા અને નવજાત બાળકને લઈ ભાગી ગયો હતો. ઘટનાની ખબર પડતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળકને શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ

વધુમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરીના રોજ જન્મેલા નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયમાં કાણું અને પાછળના ભાગે એક ગાંઠ હતી. આ તમામ ગંભીર બાબત છે. પાંચ દિવસની જરૂરી સારવાર લીધા બાદ પરિવારની મરજીથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને 23 દિવસ બાદ 7 ફેબ્રુઆરીના રોજ ફરી સિવિલ લવાતા નવજાત બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર સાથે તમામ પ્રકારના ટેસ્ટ કરાવામાં આવ્યા હતા. માતા ને રહેવા માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બાળકની હાલત જોતા આઈસીયુમાં જ રાખવામાં આવ્યું હતું. બાળક સાથે માતા-પિતા અને અન્ય એક વ્યકિત પણ સાથે રહેતો હતો. જેની ઓળખ નજીકના સગા તરીકે પરિવારે આપી હતી. એક અઠવાડિયાની સારવાર દરમિયાન માતા અને બાળક પાસે આ નજીકનો યુવક પિતાની હાજરી અને ગેરહાજરીમાં આવતો-જતો હતો.

બાળક પરત ના ફરતા પોલીસે હાથધરી હતી તપાસ

વધુમાં જણાવ્યું હતું કે, સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી બાળકને લઈ માતાને બહાર પણ આપવામાં આવતું હતું. જેમાં આ યુવક પણ બાળક લેવા આવતો હતો. મોટાભાગે પતિની ગેરહાજરીમાં નજીકનો સંબંધી એવો યુવક જ સાથે રહેતો હતો. બુધવારની સવારે સાડા પાંચ વાગ્યે બાળકને સ્તનપાન કરાવવા માટે યુવક બાળકની માતા પાસે લઈને ગયો હતો. જોકે, બાળકને આપ્યા બાદ બે થી અઢી કલાકનો સમય વિતી ગયા બાદ બાળક પરત ન આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે માતાની કરી અટકાયત

વધુમાં જણાવ્યું હતું કે, નવજાત બાળક અને તેની સગર્ભા માતા સહિત પરિચિત યુવક જગ્યા પર ન દેખાતા શોધખોળ હાથ ધરાઈ હતી. તાત્કાલિક સિક્યોરિટીને જાણ કરવામાં આવી હતી. લગભગ ત્રણ કલાક બાદ પણ પરિવારનો કોઈ પત્તો ન લાગતા સગર્ભા માતા નવજાત બાળકને લઈ હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આખરે ઘટનાની જાણ આરએમઓ સહિતના અધિકારીઓને કર્યા બાદ પોલીસને કરાઈ હતી. બાળકના પિતાને પણ બોલાવી આ બાબતેની જાણ કરાઈ હતી.

મહિલા ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી

વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના સીસીટીવીમાં માતા અને યુવક બાળકને લઈને ભાગતા હોવાનું કેદ થઈ ગયું છે. પહેલા મહિલા ભાગે છે, ત્યારબાદ બાળકને લઈને યુવક ફરાર થઈ જાય છે. આ સાથે જ સિવિલમાંથી નીકળ્યા બાદ ત્રણેય સુરત સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાંથી ટ્રેનમાં પણ બેસી ગયા હતા. જોકે, ત્યારબાદ મહિલા એકલી ટ્રેનમાંથી ઉતરી જાય છે. જોકે, હજુ સુધી નવજાત બાળક અને યુવકનો પત્તો લાગ્યો નથી. જ્યારે મહિલા મળી આવી છે.

બાળકની શોધખોળ ચાલી રહી છે

ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, મહિલા, યુવક અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી હતી. સીસીટીવી આધારે તપાસ કરતા ત્રણેય સુરત રેલ્વે સ્ટેશન ખાતે હોવાની જાણ થઈ હતી. રેલવે સ્ટેશન ખાતેથી મહિલા મળી આવી હતી. મહિલાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પતિ સાથે વારંવારની ઝગડો અને સારવાર દરમિયાન પણ પતિ સાથે ન રહેતો હોવાથી બાળકને લઈને યુવક સાથે ભાગી જવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. જોકે, વધુ બે સંતાનોનું શું થશે તે વિચારે ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી. હાલ યુવક અને બાળકની શોધખોળ ચાલી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0