Surat: સરોલીની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Feb 8, 2026 - 09:30
Surat: સરોલીની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

આગ લાગવાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ સક્રિય થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ-અલગ ફાયર સ્ટેશનથી 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ માર્કેટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી સાથે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા પ્રયાસો શરૂ કર્યા છે.હાલમાં પ્રાથમિક રીતે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો:Rajkot: ડિજિટલ એરેસ્ટ કરી નિવૃત ક્લાર્ક પાસેથી 88.50 લાખ પડાવનાર ઠગ કેતન જોશી MPથી ઝડપાયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0