Surat: શહેરમાં હાલ ટ્રાફિક મોટી સમસ્યા, 3 કિલોમીટર લાંબો ચક્કાજામ થયો
મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવે છે સુરત શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાની પરાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સથી ઉધના દરવાજા સુધી ત્રણ કિલોમીટર લાંબો ચક્કાજામ ગમે ત્યારે ગમે તે સમયે થઈ જતો હોય છે,કલાકો સુધી રહ્યો હતો. વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે લોકો કલાકો ટ્રાફિકમાં અનેક વાર ફસાઇ ચુક્યા છે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, છતાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેમાં પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક ભારણ અનુરૂપ શહેરના 95 જંકશન પર ઓટોમેટિક કાર્યરત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ ઉપરાંત જુના 107 જંકશન પર પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના અમલીકરણથી ટ્રાફિક સિગ્નલનો સમય ટ્રાફિકના ભારણને આધિન ઓટોમેટીક નક્કી થતો હોવાથી ટ્રાફિક જંકશન પર ટ્રાફિકનું ભારણ ઓછુ થાય તેવો હેતુ છે. પરંતુ આ સિસ્ટમમાં હજી કેટલીક ખામીઓ બહાર આવી છે. જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવે છે એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી મહા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિકના હોટ પોઈન્ટસ વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતાં. અને જ્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે ત્યાં ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ નાના કરવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ તોડી નાખવામાં આવ્યા છે, સુરત શહેર ટ્રાફિક પોલીસ હજી પણ યુદ્ધના ધોરણે સર્વે કરી રહી અને બમ્પર હટાવી ટ્રાફિકનું નિરાકરણ લાવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ
- વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે
- મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવે છે
સુરત શહેરમાં હાલ ટ્રાફિક એક મોટી સમસ્યા છે. મેટ્રોની કામગીરી અને ઉપરથી સિગ્નલ પર ઉભા રહેવાની પરાયણના લીધે શહેરના મોટા ભાગના રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગ અઠવાલાઈન્સથી ઉધના દરવાજા સુધી ત્રણ કિલોમીટર લાંબો ચક્કાજામ ગમે ત્યારે ગમે તે સમયે થઈ જતો હોય છે,કલાકો સુધી રહ્યો હતો.
વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે
લોકો કલાકો ટ્રાફિકમાં અનેક વાર ફસાઇ ચુક્યા છે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, છતાં હજી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે. જેમાં પાલિકાએ સ્માર્ટ સીટી અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફીક ભારણ અનુરૂપ શહેરના 95 જંકશન પર ઓટોમેટિક કાર્યરત અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ ઉપરાંત જુના 107 જંકશન પર પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના અમલીકરણથી ટ્રાફિક સિગ્નલનો સમય ટ્રાફિકના ભારણને આધિન ઓટોમેટીક નક્કી થતો હોવાથી ટ્રાફિક જંકશન પર ટ્રાફિકનું ભારણ ઓછુ થાય તેવો હેતુ છે. પરંતુ આ સિસ્ટમમાં હજી કેટલીક ખામીઓ બહાર આવી છે. જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે.
મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવે છે
એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકૂટથી મહા ચક્કાજામ સર્જાઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિકના હોટ પોઈન્ટસ વિસ્તારમાં ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતાં. અને જ્યાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે ત્યાં ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ નાના કરવામાં આવ્યા છે. તો કેટલીક જગ્યા પર ટ્રાફિક આઈલેન્ડ તોડી નાખવામાં આવ્યા છે, સુરત શહેર ટ્રાફિક પોલીસ હજી પણ યુદ્ધના ધોરણે સર્વે કરી રહી અને બમ્પર હટાવી ટ્રાફિકનું નિરાકરણ લાવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે મેટ્રોની કામગીરી આ પ્રયાસોને નિષ્ફ્ળ બનાવી રહ્યા છે.