જામકંડોરણામાં ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરોનો અમાનુષી ત્રાસ

ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણીવેપારીના ઘરે આવીને છરી બતાવી પિતાનું ગળુ દબાવી કોરા ચેકમાં સહી કરાવી લીધી, વારંવાર ધાક-ધમકી આપીને મારકૂટ પણ કરી રહ્યાની પોલીસ ફરિયાદ, બે શખ્સોની અટકાયતરાજકોટ :  જામકંડોરણાનાં જસાપર ગામે ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરો અમાનુષી ત્રાસ આપી રહ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરૃ કરાઇ છે. ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી કરીને શારીરિક માનસિક ત્રાસ અપાઇ રહ્યાનો આક્ષેપ કરાયો છે.જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતા અમીતભાઈ બાબુભાઈ માવાણીએ ફેબ્રિકેશનના ધંધાર્થે ૨૦૨૧માં વિજયભાઇ ઘેડ પાસેથી ૪ લાખ રૃપિયા ૪ ટકા વ્યાજે લીધા હતા, જેમાં ૩ લાખ ૬૦ હજાર વ્યાજની માંગણી કરીને સ્ટેમ્પમાં ૬ લાખ ૫૦ હજારની નોટરી કરાવી ચાર ચેક લઇ ગયા હતા.

જામકંડોરણામાં ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરોનો અમાનુષી ત્રાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી

વેપારીના ઘરે આવીને છરી બતાવી પિતાનું ગળુ દબાવી કોરા ચેકમાં સહી કરાવી લીધી, વારંવાર ધાક-ધમકી આપીને મારકૂટ પણ કરી રહ્યાની પોલીસ ફરિયાદ, બે શખ્સોની અટકાયત

રાજકોટ :  જામકંડોરણાનાં જસાપર ગામે ફેબ્રિકેશનનાં ધંધાર્થીને પાંચ વ્યાજખોરો અમાનુષી ત્રાસ આપી રહ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતા બે શખ્સોની અટકાયત કરીને તપાસ શરૃ કરાઇ છે. ધંધા માટે વ્યાજે લીધેલા રૃપિયાની પઠાણી ઉઘરાણી કરીને શારીરિક માનસિક ત્રાસ અપાઇ રહ્યાનો આક્ષેપ કરાયો છે.

જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતા અમીતભાઈ બાબુભાઈ માવાણીએ ફેબ્રિકેશનના ધંધાર્થે ૨૦૨૧માં વિજયભાઇ ઘેડ પાસેથી ૪ લાખ રૃપિયા ૪ ટકા વ્યાજે લીધા હતા, જેમાં ૩ લાખ ૬૦ હજાર વ્યાજની માંગણી કરીને સ્ટેમ્પમાં ૬ લાખ ૫૦ હજારની નોટરી કરાવી ચાર ચેક લઇ ગયા હતા.