Surat: શહેરમાં ખાડીપૂરને લઈને નાણાંમંત્રી કનુ દેસાઇની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ખાડીપૂરને લઈને નાણાંમંત્રી કનુ દેસાઇની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર, SMC કમિશનર અને મેયર હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ બાબતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કામ કરાશે. કામગીરી એક્સપર્ટ ટીમને સોંપવામાં આવશે.ભવિષ્યમાં સુરતમાં ખાડીપૂર નહીં જોવા મળે. કેમિકલયુક્ત પાણી છોડનાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવામાં આવશે
સુરતમા ખાડીપૂરને રોકવા માટેની કામગીરી એક્સપર્ટ ટીમને સોંપવામાં આવશે. જેથી ભવિષ્યમાં સુરતમાં ખાડીપૂર જોવા નહીં મળે. ખાડીપૂર ના આવે તે માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાડીને નડતરરૂપ મિલકતો માટે પદાધિકારિયો સાથે મિટિંગ કરી ઉકેલ કઈ રીતે કરાય તે બાબતે સંકલનથી કામ કરાશે. ઝીંગા તળાવ સહિતના દબાણો દૂર કરવામાં આવશે. સુરતના સાંસદ મુકેશ દલાલે કેમિકલયુક્ત પાણીને લઈ ચર્ચાઓ કરી હતી.
What's Your Reaction?






