Surat: વડોલી પાસે કારે અચાનક યુ-ટર્ન લેતા અકસ્માત, એક કાર ગટરમાં ખાબકી તો બીજી ડિવાઈડર પર ચડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતના કીમ નજીક આવેલા વડોલી ગામ પાસે આજે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. કીમથી ઓલપાડ તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતા સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને કારને ભારે નુકસાન થયું છે અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે.
કીમ નજીક વડોલી ગામ પાસે અકસ્માત
મળતી માહિતી મુજબ, એક કાર કીમ તરફથી ઓલપાડ જઈ રહી હતી ત્યારે વડોલી ગામ પાસે ચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન ઓલપાડ તરફથી આવતી અન્ય એક કારના ચાલકે અકસ્માત બચાવવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે તેની કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. બીજી તરફ, યુ-ટર્ન લેનારી કાર રોડની બાજુમાં આવેલી ગટરમાં ખાબકી હતી.
ઇજાગ્રસ્તોની સ્થિતિ
ડિવાઈડર પર ચડી ગયેલી કારમાં સવાર એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ પણ વાંચો: Dahod: ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નારિયેળ ચોરવામાં મશગૂલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

