Surat લોકસભાની ચૂંટણીને લઈ થયેલ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં થશે સુનાવણી
ગુજરાત હાઇકોર્ટમાં જીતેલા ઉમેદવાર મુકેશ દલાલ કોર્ટમાં જવાબ રજૂ કરશે મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે પાઠવ્યું હતું સમન્સ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદાર ખસી જતા બિનહરીફ જીત મુકેશ દલાલની થઈ હતી સુરતમાં લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ થયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી,બિનહરીફ જીત થતા તેમની સામે પિટિશન થઈ હતી,તો મુકેશ દલાલ હરીફ વિજેતા જાહેર કરાતા સુરત બેઠક પર ચૂંટણી થઇ ન હતી,તો સુરતના લોકો પોતાનો હકનો વોટ આપી ન શક્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. શું હતો મામલો કોંગ્રેસ દ્રારા નિલેશ કુંભાણીને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી,ત્યારે તેમના ફોર્મમા અધિકારી દ્રારા ભૂલ કાઢવામાં આવી હતી અને તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી નહી લડી શકે તેવી જાહેરાતા થતા તેઓ ઉમેદવારની રેસમાંથી બહાર થઈ ગયા હતા.ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલના રોજ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે કલેકટરે તેમને વિજેતાનું સર્ટીફિકેટ પણ આપી દીધુ હતુ. રિટર્નિંગ અધિકારી સામે સવાલ ઉભા થયા સુરતના બે અરજદારો દ્રારા સુરત કલેકટર તથા રિટર્નિંગ ઓફિસરના નામાંકન નામંજૂર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.સુરત સંસદીય મતવિસ્તારના ચાર મતદારો દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ, જેઓ કોંગ્રેસના સભ્યો પણ છે, ઉમેદવારી ફોર્મની ચકાસણી અંગેના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 36 હેઠળ કુંભાણીના ફોર્મને નકારી કાઢવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણય પર સવાલ ઉઠાવે છે.અરજદારોએ દાવો કર્યો છે કે કુંભાણીના ત્રણ દરખાસ્તો, જેમણે પાછળથી તેમના નામાંકન પત્રો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો, નાયબ કલેક્ટર સમક્ષની અરજીમાં જાહેર કર્યું હતું કે તેઓ દરખાસ્ત તરીકે તેમના નામાંકન પત્રો પર સહી કરશે.22 એપ્રિલે મુકેશ દલાલને પ્રમાણપત્ર અપાયુ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ જીત્યું હતુ.અને ભાજપની પ્રથમ જીત હતી,તો નિલેશ કુંભાણી એક અઠવાડિયા કરતા પણ વધારે સમયથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા,કુંભાણીનું નામાંકન તેમના દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતાને કારણે નકારી કાઢવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાત હાઇકોર્ટમાં જીતેલા ઉમેદવાર મુકેશ દલાલ કોર્ટમાં જવાબ રજૂ કરશે
- મુકેશ દલાલને ગુજરાત હાઈકોર્ટે પાઠવ્યું હતું સમન્સ
- કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદાર ખસી જતા બિનહરીફ જીત મુકેશ દલાલની થઈ હતી
સુરતમાં લોકસભાની ચૂંટણીમાં બિનહરીફ થયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી,બિનહરીફ જીત થતા તેમની સામે પિટિશન થઈ હતી,તો મુકેશ દલાલ હરીફ વિજેતા જાહેર કરાતા સુરત બેઠક પર ચૂંટણી થઇ ન હતી,તો સુરતના લોકો પોતાનો હકનો વોટ આપી ન શક્યાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
શું હતો મામલો
કોંગ્રેસ દ્રારા નિલેશ કુંભાણીને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી,ત્યારે તેમના ફોર્મમા અધિકારી દ્રારા ભૂલ કાઢવામાં આવી હતી અને તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી નહી લડી શકે તેવી જાહેરાતા થતા તેઓ ઉમેદવારની રેસમાંથી બહાર થઈ ગયા હતા.ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 22 એપ્રિલના રોજ મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે કલેકટરે તેમને વિજેતાનું સર્ટીફિકેટ પણ આપી દીધુ હતુ.
રિટર્નિંગ અધિકારી સામે સવાલ ઉભા થયા
સુરતના બે અરજદારો દ્રારા સુરત કલેકટર તથા રિટર્નિંગ ઓફિસરના નામાંકન નામંજૂર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે.સુરત સંસદીય મતવિસ્તારના ચાર મતદારો દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ, જેઓ કોંગ્રેસના સભ્યો પણ છે, ઉમેદવારી ફોર્મની ચકાસણી અંગેના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 36 હેઠળ કુંભાણીના ફોર્મને નકારી કાઢવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણય પર સવાલ ઉઠાવે છે.અરજદારોએ દાવો કર્યો છે કે કુંભાણીના ત્રણ દરખાસ્તો, જેમણે પાછળથી તેમના નામાંકન પત્રો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો, નાયબ કલેક્ટર સમક્ષની અરજીમાં જાહેર કર્યું હતું કે તેઓ દરખાસ્ત તરીકે તેમના નામાંકન પત્રો પર સહી કરશે.
22 એપ્રિલે મુકેશ દલાલને પ્રમાણપત્ર અપાયુ
લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ જીત્યું હતુ.અને ભાજપની પ્રથમ જીત હતી,તો નિલેશ કુંભાણી એક અઠવાડિયા કરતા પણ વધારે સમયથી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા,કુંભાણીનું નામાંકન તેમના દરખાસ્તકારોની સહીઓમાં વિસંગતતાને કારણે નકારી કાઢવામાં આવ્યું હતું.