Surat: મહીધરપુરામાં બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં કર્યો ખેલ, 30.42 લાખનું સોનું-હીરા ચોરીને શખ્સ રફુચક્કર

Jun 29, 2026 - 11:00
Surat: મહીધરપુરામાં બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં કર્યો ખેલ, 30.42 લાખનું સોનું-હીરા ચોરીને શખ્સ રફુચક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતનું મહીધરપુરા અને વરાછા વિસ્તાર સોના-ચાંદીના કિંમતી દાગીના અને હીરાના કારખાનાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ હાઈ-સિક્યોરિટી અને સીસીટીવીથી સજ્જ બજારમાં ચોરી થવી એ બહુ મોટી વાત ગણાય છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા 'સાંધા જ્વેલ્સ' નામના કારખાનામાં રોજની જેમ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ત્યાં કામ કરતા એક બંગાળી કારીગરે મોકો જોઈને આખી દુકાન સાફ કરી દીધી હતી.

CCTVમાં કેદ થઈ કારીગરની ચોરી

કારખાનાના માલિકે જ્યારે કિંમતી મટિરિયલનો હિસાબ ચેક કર્યો ત્યારે સોના અને હીરાના જથ્થામાં મોટી ઘટ જોવા મળી હતી. આથી, માલિકે તાત્કાલિક ઓફિસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ જોતા જ માલિકના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે તેમનો જ એક વિશ્વાસુ બંગાળી કારીગર ટેબલ પર પડેલું સોનું અને હીરા અત્યંત ચાલાકીપૂર્વક માત્ર 30 સેકન્ડની અંદર ગજવામાં મૂકીને ત્યાંથી સરકી જાય છે. તે એટલી પ્રોફેશનલ ઝડપથી ચોરી કરે છે કે બાજુમાં બેઠેલા અન્ય કર્મચારીઓને પણ ગંધ આવી નહોતી.

રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પોલીસ વોચ

ચોરીની આ વિગત મળતા જ મહીધરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે 30.42 લાખની ચોરીનો ગુનો નોંધી આરોપી કારીગરના વતન પશ્ચિમ બંગાળના સરનામા અને તેના લોકલ નેટવર્કની તપાસ શરૂ કરી છે. સુરતના જ્વેલરી માર્કેટમાંથી ચોરી કરીને બંગાળી કારીગરો ટ્રેન મારફતે ભાગી જતા હોવાના ભૂતકાળના કિસ્સાઓને ધ્યાને રાખીને પોલીસે સુરત રેલવે સ્ટેશન, બસ ડેપો અને હાઈવે પર વોચ ગોઠવી દીધી છે. સુરતના સ્થાનિક જ્વેલર્સ એસોસિએશને પણ વાયરલ વીડિયોના આધારે અન્ય વેપારીઓને આવા પરપ્રાંતીય કારીગરો રાખતા પહેલા પ્રોપર પોલીસ વેરિફિકેશન કરાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Valsad: વિરામ બાદ મેઘરાજાની ઇનિંગ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર, નીચાણવાળા વિસ્તારોમાં વહી નીકળ્યા પાણી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0