Surat: મજૂરી કરતા આઠ બાળકોને મુક્ત કરાયા, એક વેપારીની ધરપકડ

ગુજરાતનું સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઈલ સિટી તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, અહીં અનેક જગ્યાએ નાના બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે. આવા જ સુરત ટેક્સટાઈલ વિસ્તારમાંથી આઠ બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને આજીવિકા એનજીઓ સંસ્થાના સભ્યો ટેક્સટાઇલ માર્કેટ પહોંચી બાળકોને મુક્ત કરાવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ આવી ગઈ છે આ અંગે જાણકારી મળતા જ વેપારીએ બાળકોને સાડીના બંડલમાં સંતાડી દીધા હતા જેથી કરીને તેના દુષ્કૃત્યો બહાર ન આવે, પરંતુ આ અંગે જાણ થતા બાળકોને સાડીના બંડલમાંથી બહાર કાઢીને યુનિટે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા. આઠ બાળ મજુર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા સુરતના ટેક્સટાઇલ માર્કેટ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું. સાડીઓ ફોલ્ડિંગનું કામ બાળકો દ્વારા કરાવવામાં આવતા હતા. આવા આઠ બાળ મજૂર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. એએચટીયુ અને આજીવિકા એનજીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ કરતા બાળકોને સાડીઓમાં સંતાડી દેવામાં આવ્યા હતા, જેથી એએચટીયુને બાળકો અંગે જાણકારી ન મળે. પરંતુ બાળકોની શોધ કરતા તેઓ સાડીના બંડલની નીચે દેખાઈ આવ્યા હતા અને તેમને મુક્ત કરાવવામાં આવ્યા છે. દસ વર્ષના આઠ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. બાળક કિશોર ધારા મુજબ ગુનો નોંધાયો પોલીસે કામ કરાવનાર શખસો સામે બીએનએસની કલમો લગાવી છે. સાથે બાળક કિશોર ધારા મુજબ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે કાપડ ઉદ્યોગમાં બાળ મજૂરો કામ કરતા જોવા મળ્યા હોય. મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવતા નાના બાળકો અહીં સાડી ફોલ્ડિંગ અને પેકિંગનું કામ કરે છે. તેમની મજબૂરી ઓછી હોય છે, જેના કારણે ઘણા વેપારીઓ નાના બાળકો પાસેથી કામ કરાવી લે છે. બે આરોપીમાંથી એકની ધરપકડ એસીપી મીની જોસેફે જણાવ્યું હતું કે, આઠ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. લગભગ એક મહિના પહેલાથી તેઓ અહીં નોકરી કરી રહ્યા હતા. બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક શહેરની બહાર છે. બાળકોને રૂપિયા 5000નો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂપિયા 1000 અગાઉથી આપવામાં આવ્યા હતા. આ લોકો દુકાનની અંદર સાડી ફોલ્ડ અને પેકિંગ કરવાનું કામ કરતા હતા.

Surat: મજૂરી કરતા આઠ બાળકોને મુક્ત કરાયા, એક વેપારીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતનું સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઈલ સિટી તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે, અહીં અનેક જગ્યાએ નાના બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે. આવા જ સુરત ટેક્સટાઈલ વિસ્તારમાંથી આઠ બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને આજીવિકા એનજીઓ સંસ્થાના સભ્યો ટેક્સટાઇલ માર્કેટ પહોંચી બાળકોને મુક્ત કરાવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ આવી ગઈ છે આ અંગે જાણકારી મળતા જ વેપારીએ બાળકોને સાડીના બંડલમાં સંતાડી દીધા હતા જેથી કરીને તેના દુષ્કૃત્યો બહાર ન આવે, પરંતુ આ અંગે જાણ થતા બાળકોને સાડીના બંડલમાંથી બહાર કાઢીને યુનિટે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા.

આઠ બાળ મજુર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા

સુરતના ટેક્સટાઇલ માર્કેટ બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું. સાડીઓ ફોલ્ડિંગનું કામ બાળકો દ્વારા કરાવવામાં આવતા હતા. આવા આઠ બાળ મજૂર બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. એએચટીયુ અને આજીવિકા એનજીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. રેડ કરતા બાળકોને સાડીઓમાં સંતાડી દેવામાં આવ્યા હતા, જેથી એએચટીયુને બાળકો અંગે જાણકારી ન મળે. પરંતુ બાળકોની શોધ કરતા તેઓ સાડીના બંડલની નીચે દેખાઈ આવ્યા હતા અને તેમને મુક્ત કરાવવામાં આવ્યા છે. દસ વર્ષના આઠ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે.

બાળક કિશોર ધારા મુજબ ગુનો નોંધાયો

પોલીસે કામ કરાવનાર શખસો સામે બીએનએસની કલમો લગાવી છે. સાથે બાળક કિશોર ધારા મુજબ ગુનો નોંધાયો છે. હાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલીવાર નથી કે જ્યારે કાપડ ઉદ્યોગમાં બાળ મજૂરો કામ કરતા જોવા મળ્યા હોય. મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવતા નાના બાળકો અહીં સાડી ફોલ્ડિંગ અને પેકિંગનું કામ કરે છે. તેમની મજબૂરી ઓછી હોય છે, જેના કારણે ઘણા વેપારીઓ નાના બાળકો પાસેથી કામ કરાવી લે છે.

બે આરોપીમાંથી એકની ધરપકડ

એસીપી મીની જોસેફે જણાવ્યું હતું કે, આઠ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. લગભગ એક મહિના પહેલાથી તેઓ અહીં નોકરી કરી રહ્યા હતા. બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક શહેરની બહાર છે. બાળકોને રૂપિયા 5000નો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાંથી રૂપિયા 1000 અગાઉથી આપવામાં આવ્યા હતા. આ લોકો દુકાનની અંદર સાડી ફોલ્ડ અને પેકિંગ કરવાનું કામ કરતા હતા.