Girnar અને દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવાની જાહેર હિતની અરજી ઉપર ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ગત સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે સ્ટેટ મોનિટરિંગ કમિટીની રચના, GPCB પાસેથી રાજ્યમાં લોકલ ઓથોરિટી દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલની વ્યવસ્થા, જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી પ્લાસ્ટિક કચરાના નિકાલની પ્રોસેસ અને ઓખા નગરપાલિકા પાસેથી સ્વચ્છતા અંગે કરાયેલ કામગીરીની એફિડેવિટ માગી હતી. કોર્ટે સરકાર સામે પ્રશ્ન કરતા કહ્યું કે, રાજ્યમાં શું થઈ રહ્યું છે, તેની ખબર પડતી નથી. બધું જ કામ આઉટસોર્સિંગથી આપવામાં આવી રહ્યું છે. સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની મિનિટસ કોર્ટ સમક્ષ રજુ કરાઈ આ તમામ એફિડેવિટ આજે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર, 2016 ના રોજ ઠરાવ દ્વારા સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ છેલ્લે 25 સપ્ટેમ્બર, 2024 ના રોજ મળેલી સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની મિનિટસ કોર્ટ સમક્ષ રજુ કરાઈ હતી. આ કમિટીમાં પ્રિન્સિપલ સેક્રેટરી હેડ હોય છે. જ્યારે જુદી જુદી મહાનગરપાલિકાના કમિશનરો મેમ્બર્સ હોય છે. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, 2016માં કમિટીની રચના થઈ હતી, ત્યારે અત્યાર સુધી કમિટીએ શું કાર્ય કર્યું છે? શા માટે કમિટીએ કરવાના કાર્યો કોર્ટે કરવા પડે છે? કમિટી ફક્ત પેપર ઉપર છે. કમિટીનું કામ ફક્ત પોલિસી બનાવવાનું નહીં, પરંતુ મોનિટરિંગ કરવાનું પણ હોય. શું આજ સુધી કમિટીએ કચરાના નિકાલ અંગે કોઈ રિપોર્ટ મંગાવ્યો છે? કમિટીની બેઠક છ મહિનામાં એક વખત મળે છે સરકારી વકીલે જણાવ્યું હતું કે આ મોનિટરિંગ કમિટીની બેઠક છ મહિનામાં એક વખત મળતી હોય છે. જેથી કોર્ટે સુચન કરતા કહ્યું હતું કે કમિટીએ 6 મહિનામાં એક વખત રિપોર્ટ તો મંગાવવો જોઈએ. મહાનગરપાલિકાના કમિશનરો તેના સભ્ય હોવા છતાં તેમણે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગેના નિયમોની ખબર હોતી નથી! વળી કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ થાય ત્યારે અધિકારીઓ પોતાનો બચાવ જ કરતા હોય છે. શું અધિકારીઓ જવાબ આપતા પહેલા રેકોર્ડ ચેક કરતા નથી? જોકે, સરકારી વકીલે જણાવ્યું હતું કે ગીર, દ્વારકા અને બેટ દ્વારકામાં હવે પહેલા કરતાં વધુ સ્વચ્છતા જોવા મળે છે. લોકલ ઓથોરિટી સોલિડ વેસ્ટના નિકાલ કોર્ટે કહ્યું હતું કે, GPCB કે CPCB કોઈપણ લોકલ ઓથોરિટી દ્વારા કચરાના નિકાલનો રિપોર્ટ જોતું નથી. બધા અધિકારીઓ અજાણ રહે છે અને બધુ ચાલે છે તેમ ચાલવા દે છે. આખરે આ બધા રિપોર્ટ કોર્ટે જોવા પડે છે. GPCBએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગે તમામ લોકલ ઓથોરિટી પાસેથી પ્રોસેસની માહિતી મંગાવવામાં આવી છે. તમામને તેના નિકાલ અંગેના નિયમો પણ મોકલી આપવામાં આવ્યા છે. ઇન્સ્પેક્શન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકલ ઓથોરિટીને દંડ કરવામાં આવશે તેમજ નોટિસ પણ આપવામાં આવશે. લોકલ ઓથોરિટી સોલિડ વેસ્ટના નિકાલ માટે સૌપ્રથમ તેને એકત્ર કરીને તેને અલગ કરે છે. આ કચરો લોકોના ઘરેથી અને રોડ ઉપરથી એકત્ર કરવામાં આવતો હોય છે. તેને લેન્ડફિલ્ડ જગ્યાએ લઈ ગયા બાદ કન્વેનર બેલ્ટ ઉપરથી પસાર કરીને પ્લાસ્ટિક કચરો અલગ તારવી લેવામાં આવે છે. ડાયમંડ બુર્સની મુલાકાતે દરમિયાન ચીફ જસ્ટિસે કચરાનો ઢગલો જોયો જો કે ચીફ જજે કહ્યું હતું કે, તેઓ જ્યારે સુરતના ડાયમંડ બુર્સની મુલાકાતે ગયા હતા. ત્યારે વર્ષોથી ત્યાં પડેલો કચરાનો ઢગલો જોયો હતો. ત્યાંથી પસાર ના થઈ શકાય તેવી સ્થિતિ હતી. આમ કચરો સતત વધ્યા કરે છે પરંતુ તેનો નિકાલ થતો નથી. સરકારે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રજીસ્ટર 425 રિસાયકલરની વિગતો લોકલ ઓથોરિટીઓને મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત લોકલ ઓથોરિટી વર્તમાનમાં કેવી રીતે પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરે છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. GPCB એ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે અગાઉ જે બે સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેની પાસે પૂરતી મંજૂરીઓ નહોતી. ત્યારબાદ જે સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેની પાસે પણ પૂરતી મંજૂરી નથી. જેથી કોર્ટે કહ્યું હતું કે, આ જ મોટી તકલીફ છે. કોન્ટ્રાક્ટમાં આવ્યા બાદ કે પછી પણ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા સંસાધનો અને મંજૂરીઓ હોતી નથી. તેમ છતાં આવા વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. જૂનાગઢમાંથી 6750 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે GPCB એ પ્રસ્તાવ મૂક્યો હતો કે, પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટ ઓછા ખર્ચે બને છે. ત્યારે લોકલ ઓથોરિટી આવા પ્લાન્ટોની સ્થાપના કરીને પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરી શકે છે. જો કે, કોર્ટે તેની સાથે અસહમતિ દર્શાવી હતી કે, આ પ્લાન્ટ STP જેવા સાબિત થશે. જે બિન કાર્યક્રમ હશે. પ્લાસ્ટિક વેસ્ટનો ઘણો ઉપયોગ થઈ શકે છે. તેનાથી રોડ પણ બની શકે છે. ઇન્દોરમાં પ્લાસ્ટિક કચરામાંથી CNG ગેસ બનાવવામાં આવે છે. કોર્ટે ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકાનો જવાબ માંગ્યો હતો. જેમાં ક્વોન્ટિટી કરી હતી કે જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ફરીથી ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં મોકલવા જોઈએ. તેમને નિયમોની પ્રાથમિક જાણકારી પણ નથી. જૂનાગઢ મહાનગરપાલિકાના વકીલે જણાવ્યું હતું કે દર વર્ષે જૂનાગઢમાંથી 6750 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. કમિશનરે જવાબદારી બીજાના માથે ઢોળવાનો પ્રયત્ન કરતાં કોર્ટ ગુસ્સે જો કે, પ્લાસ્ટિક કચરાના નિકાલની વ્યવસ્થા જૂનાગઢ મહાનગરપાલિકાએ આઉટસોર્સિંગથી આપી હોવાથી અને કમિશનરે જવાબદારી બીજાના માથે ઢોળવાનો પ્રયત્ન કર્યો હોવાથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, જે પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે ખુલાસો માંગ્યો હતો તે પ્રમાણેનો જવાબ આપવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટ અપાયો હોવાની કોઈ વિગત કે ટેન્ડર કે કોઈ રેકોર્ડ સમક્ષ મુકાયો નહોતો. સ્ટેન્ડિંગ કમિટીએ કામ કોઈ સંસ્થાને આપ્યુ હોવાથી કોર્ટે કહ્યું હતું કે, શું મહાનગરપાલિકા કામગીરી પોતાના ઘરની જેમ ચલાવે છે કે ગમે તેને કામગીરી આપી દે. શું અધિકારીઓ કાયદા વિશે જાણતા નથી. કોર્ટે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અસલ ર

Girnar અને દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગિરનાર અને બેટ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવાની જાહેર હિતની અરજી ઉપર ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં ગત સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે સ્ટેટ મોનિટરિંગ કમિટીની રચના, GPCB પાસેથી રાજ્યમાં લોકલ ઓથોરિટી દ્વારા પ્લાસ્ટિક કચરાના નિકાલની વ્યવસ્થા, જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી પ્લાસ્ટિક કચરાના નિકાલની પ્રોસેસ અને ઓખા નગરપાલિકા પાસેથી સ્વચ્છતા અંગે કરાયેલ કામગીરીની એફિડેવિટ માગી હતી. કોર્ટે સરકાર સામે પ્રશ્ન કરતા કહ્યું કે, રાજ્યમાં શું થઈ રહ્યું છે, તેની ખબર પડતી નથી. બધું જ કામ આઉટસોર્સિંગથી આપવામાં આવી રહ્યું છે.

સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની મિનિટસ કોર્ટ સમક્ષ રજુ કરાઈ

આ તમામ એફિડેવિટ આજે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 2 ડિસેમ્બર, 2016 ના રોજ ઠરાવ દ્વારા સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ છેલ્લે 25 સપ્ટેમ્બર, 2024 ના રોજ મળેલી સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીની મિનિટસ કોર્ટ સમક્ષ રજુ કરાઈ હતી. આ કમિટીમાં પ્રિન્સિપલ સેક્રેટરી હેડ હોય છે. જ્યારે જુદી જુદી મહાનગરપાલિકાના કમિશનરો મેમ્બર્સ હોય છે. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, 2016માં કમિટીની રચના થઈ હતી, ત્યારે અત્યાર સુધી કમિટીએ શું કાર્ય કર્યું છે? શા માટે કમિટીએ કરવાના કાર્યો કોર્ટે કરવા પડે છે? કમિટી ફક્ત પેપર ઉપર છે. કમિટીનું કામ ફક્ત પોલિસી બનાવવાનું નહીં, પરંતુ મોનિટરિંગ કરવાનું પણ હોય. શું આજ સુધી કમિટીએ કચરાના નિકાલ અંગે કોઈ રિપોર્ટ મંગાવ્યો છે?

કમિટીની બેઠક છ મહિનામાં એક વખત મળે છે

સરકારી વકીલે જણાવ્યું હતું કે આ મોનિટરિંગ કમિટીની બેઠક છ મહિનામાં એક વખત મળતી હોય છે. જેથી કોર્ટે સુચન કરતા કહ્યું હતું કે કમિટીએ 6 મહિનામાં એક વખત રિપોર્ટ તો મંગાવવો જોઈએ. મહાનગરપાલિકાના કમિશનરો તેના સભ્ય હોવા છતાં તેમણે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગેના નિયમોની ખબર હોતી નથી! વળી કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ થાય ત્યારે અધિકારીઓ પોતાનો બચાવ જ કરતા હોય છે. શું અધિકારીઓ જવાબ આપતા પહેલા રેકોર્ડ ચેક કરતા નથી? જોકે, સરકારી વકીલે જણાવ્યું હતું કે ગીર, દ્વારકા અને બેટ દ્વારકામાં હવે પહેલા કરતાં વધુ સ્વચ્છતા જોવા મળે છે.

લોકલ ઓથોરિટી સોલિડ વેસ્ટના નિકાલ

કોર્ટે કહ્યું હતું કે, GPCB કે CPCB કોઈપણ લોકલ ઓથોરિટી દ્વારા કચરાના નિકાલનો રિપોર્ટ જોતું નથી. બધા અધિકારીઓ અજાણ રહે છે અને બધુ ચાલે છે તેમ ચાલવા દે છે. આખરે આ બધા રિપોર્ટ કોર્ટે જોવા પડે છે. GPCBએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગે તમામ લોકલ ઓથોરિટી પાસેથી પ્રોસેસની માહિતી મંગાવવામાં આવી છે. તમામને તેના નિકાલ અંગેના નિયમો પણ મોકલી આપવામાં આવ્યા છે. ઇન્સ્પેક્શન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકલ ઓથોરિટીને દંડ કરવામાં આવશે તેમજ નોટિસ પણ આપવામાં આવશે. લોકલ ઓથોરિટી સોલિડ વેસ્ટના નિકાલ માટે સૌપ્રથમ તેને એકત્ર કરીને તેને અલગ કરે છે. આ કચરો લોકોના ઘરેથી અને રોડ ઉપરથી એકત્ર કરવામાં આવતો હોય છે. તેને લેન્ડફિલ્ડ જગ્યાએ લઈ ગયા બાદ કન્વેનર બેલ્ટ ઉપરથી પસાર કરીને પ્લાસ્ટિક કચરો અલગ તારવી લેવામાં આવે છે.

ડાયમંડ બુર્સની મુલાકાતે દરમિયાન ચીફ જસ્ટિસે કચરાનો ઢગલો જોયો

જો કે ચીફ જજે કહ્યું હતું કે, તેઓ જ્યારે સુરતના ડાયમંડ બુર્સની મુલાકાતે ગયા હતા. ત્યારે વર્ષોથી ત્યાં પડેલો કચરાનો ઢગલો જોયો હતો. ત્યાંથી પસાર ના થઈ શકાય તેવી સ્થિતિ હતી. આમ કચરો સતત વધ્યા કરે છે પરંતુ તેનો નિકાલ થતો નથી. સરકારે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે રજીસ્ટર 425 રિસાયકલરની વિગતો લોકલ ઓથોરિટીઓને મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત લોકલ ઓથોરિટી વર્તમાનમાં કેવી રીતે પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરે છે તેની પણ વિગતો માંગવામાં આવી છે. GPCB એ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે અગાઉ જે બે સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેની પાસે પૂરતી મંજૂરીઓ નહોતી. ત્યારબાદ જે સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેની પાસે પણ પૂરતી મંજૂરી નથી. જેથી કોર્ટે કહ્યું હતું કે, આ જ મોટી તકલીફ છે. કોન્ટ્રાક્ટમાં આવ્યા બાદ કે પછી પણ કોન્ટ્રાક્ટર પાસે પૂરતા સંસાધનો અને મંજૂરીઓ હોતી નથી. તેમ છતાં આવા વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે.

જૂનાગઢમાંથી 6750 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે

GPCB એ પ્રસ્તાવ મૂક્યો હતો કે, પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટ ઓછા ખર્ચે બને છે. ત્યારે લોકલ ઓથોરિટી આવા પ્લાન્ટોની સ્થાપના કરીને પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરી શકે છે. જો કે, કોર્ટે તેની સાથે અસહમતિ દર્શાવી હતી કે, આ પ્લાન્ટ STP જેવા સાબિત થશે. જે બિન કાર્યક્રમ હશે. પ્લાસ્ટિક વેસ્ટનો ઘણો ઉપયોગ થઈ શકે છે. તેનાથી રોડ પણ બની શકે છે. ઇન્દોરમાં પ્લાસ્ટિક કચરામાંથી CNG ગેસ બનાવવામાં આવે છે. કોર્ટે ત્યારબાદ જૂનાગઢ મહાનગરપાલિકાનો જવાબ માંગ્યો હતો. જેમાં ક્વોન્ટિટી કરી હતી કે જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને ફરીથી ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં મોકલવા જોઈએ. તેમને નિયમોની પ્રાથમિક જાણકારી પણ નથી. જૂનાગઢ મહાનગરપાલિકાના વકીલે જણાવ્યું હતું કે દર વર્ષે જૂનાગઢમાંથી 6750 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે.

કમિશનરે જવાબદારી બીજાના માથે ઢોળવાનો પ્રયત્ન કરતાં કોર્ટ ગુસ્સે

જો કે, પ્લાસ્ટિક કચરાના નિકાલની વ્યવસ્થા જૂનાગઢ મહાનગરપાલિકાએ આઉટસોર્સિંગથી આપી હોવાથી અને કમિશનરે જવાબદારી બીજાના માથે ઢોળવાનો પ્રયત્ન કર્યો હોવાથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, જે પ્રમાણે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે ખુલાસો માંગ્યો હતો તે પ્રમાણેનો જવાબ આપવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટ અપાયો હોવાની કોઈ વિગત કે ટેન્ડર કે કોઈ રેકોર્ડ સમક્ષ મુકાયો નહોતો. સ્ટેન્ડિંગ કમિટીએ કામ કોઈ સંસ્થાને આપ્યુ હોવાથી કોર્ટે કહ્યું હતું કે, શું મહાનગરપાલિકા કામગીરી પોતાના ઘરની જેમ ચલાવે છે કે ગમે તેને કામગીરી આપી દે. શું અધિકારીઓ કાયદા વિશે જાણતા નથી. કોર્ટે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અસલ રેકોર્ડ મંગાવ્યો હતો. કોર્ટે એવી ટિપ્પણી પણ કરી હતી કે રાજ્યમાં શું થઈ રહ્યું છે, તેની ખબર પડતી નથી. બધું જ કામ આઉટસોર્સિંગથી આપવામાં આવી રહ્યું છે.

નગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા અગાઉની સુનાવણીમાં ઓખા નગરપાલિકાએ કહ્યું હતું કે, ડમ્પિંગ સાઈટ પણ આગામી દિવસોમાં સ્વચ્છ કરી દેવાશે. ડમ્પિંગ સાઈડ પરથી કચરાના નિકાલ માટે રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નરની મંજૂરી લેવાની રહે છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, નગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે. તેને કચરાનો નિકાલ જાતે જ કરવાનો હોય. રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર તો ફક્ત તેની ઉપર નિરીક્ષણ કરવાનું કાર્ય કરતા હોય. જો તમારી પાસે સગવડ ના હોય તો નવી સગવડ ઊભી કરવામાં આવે. કોર્ટને ચકડોળે ચઢાવો નહીં, બીજા ઉપર જવાબદારી નાખવામાં આવે નહીં.

કર્મચારીઓને સફાઈની મોનિટરિંગનું કાર્ય સોંપાયું છે

ઓખા નગરપાલિકાએ જણાવ્યું હતું કે નગરપાલિકાના વિસ્તારને 4 ઝોનમાં વિભાજિત કરવામાં આવેલા છે. આ 4 ઝોનમાં નગરપાલિકાના કર્મચારીઓને સફાઈની મોનિટરિંગનું કાર્ય સોંપવામાં આવેલું છે. 200 માઇક્રોન કે તેનાથી વધુના પ્લાસ્ટીકનો વપરાશ કરી શકાય નહી. આ માટે જાહેર નોટિસ પણ બહાર પાડવામાં આવી છે. લોકોને જાગરૂક કરવા કેમ્પેઇન કર્યું છે અને નિયમોના ઉલ્લંઘન બદલ નગરપાલિકાએ દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલ્યો છે. જો કે કોર્ટે કહ્યું હતું કે તમે વર્ષ 2002 અને વર્ષ 2027માં નોટિફિકેશન બહાર પાડ્યું પણ તેનાથી કશું થયું નહીં, જવાબદારી ચીફ ઓફિસરની બને છે.

માસ્ટર ઝોનલ પ્લાન NGO કેવી રીતે બનાવી શકે?

કોર્ટે પૂછ્યું હતું કે બેટ દ્વારકા એક ટાપુ છે તો ત્યાં ડમ્પિંગ સાઈડ કેવી રીતે બનાવી? એનો મતલબ એમ કે કચરો દરિયામાં જતો હશે? જો કે હવે ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ બની ચૂક્યો હોવાથી કચરાનો યોગ્ય નિકાલ થશે તેવી ખાતરી ઓખા નગરપાલિકાએ હાઈકોર્ટને આપી હતી. કચરાના વ્યવસ્થાપનની જવાબદારી NGOને આપવાની ઓખા નગરપાલિકાની વાતથી હાઈકોર્ટને આશ્ચર્ય થયું હતું. કોર્ટે કહ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલમાં NGO નિષ્ણાત હોઈ શકે નહીં, આના માટે ટેન્ડર બહાર પાડવું પડે. ચીફ ઓફિસરને નિયમોની ખબર જ નથી. માસ્ટર ઝોનલ પ્લાન NGO કેવી રીતે બનાવી શકે?

પ્લાસ્ટિકના નિકાલ માટે કંપનીએ GPCBની જરૂરી મંજૂરી લીધી નથી

ગત સુનાવણીમાં કોર્ટે GPCBને જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા થતા પ્લાસ્ટિક કચરાના નિકાલની પ્રક્રિયા ઉપર રિપોર્ટ માંગ્યો હતો. જે સંદર્ભે GPCBએ જણાવ્યું હતું કે તેને 03 જગ્યાએ નિરીક્ષણ કરીને રીપોર્ટ તૈયાર કર્યો છે. એક હજિયાની સાઈટ છે. જેમાં ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરાનો નિકાલ ઝીરો વેસ્ટ સોલ્યુશન કરે છે. જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં આ સાઈટ ઉપર 92 હજાર કિલો કચરામાંથી 89 હજાર કિલો પ્લાસ્ટિક કચરો હતો. જો કે, પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે કંપનીએ GPCBની જરૂરી મંજૂરી લીધી નથી.

લોકલ બોડીના કાર્યો કોર્ટ સુધારતી રહે?

જેથી કોર્ટે કહ્યું હતું કે, તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને આવી કંપનીને કેવી રીતે કોન્ટ્રાક્ટ આપ્યો? GPCB કેમ કશું કરતું નથી? કોર્ટ કેટલા સમય સુધી લોકલ ઓથોરિટીના કાર્યોને મોનિટર કરશે? તો કોર્ટ બીજા મહત્વના કામ ક્યારે કરશે? લોકલ ઓથોરિટીના કોઈ અધિકારીને કાયદા અને નિયમોની જાણ નથી! કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતા પહેલા પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી. વળી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર એફિડેવિટમાં કહે છે કે ત્યાં જઈને તપાસ કરવામાં આવી! શું તપાસ કરાઇ? રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ, ઓખા કેટલી લોકલ બોડીના કાર્યો કોર્ટ સુધારતી રહે? તમે પકડાઓ છો પછી કહો છો અમને ખબર નથી અને નિર્દોષ હોવાનું કહો છો.

નિયમો ન પાળતી સંસ્થાઓને દંડ કરાશે અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે કચરામાંથી પ્લાસ્ટિક મેન્યુઅલી અલગ કરાય છે અને તેને પ્રોસેસમાં મોકલાય છે, પરંતુ તેના કોઈ કાગળિયા પણ નથી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે પ્લાસ્ટિક કચરાના નિકાલ અંગે લોકલ ઓથોરિટીએ GPCBને રિપોર્ટ મોકલવાનો હોય તે ક્યાં છે? તેને જોયા પછી GPCB એ શું પગલાં લીધા? ફકત આ રિપોર્ટને CPCBને મોકલી આપવામાં આવે છે? વળી CPCB પણ આ રિપોર્ટ ફક્ત પોતાના રેકર્ડ માટે રાખે છે! જેથી GPCB એ કહ્યું હતું, એક આખા રાજ્યમાં લોકલ ઓથોરિટી દ્વારા થતાં પ્લાસ્ટિક કચરાના નિકાલની તપાસ કરવામાં આવશે. પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે જરૂરી મંજૂરીઓ છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે. નિયમો નહીં પાળતી સંસ્થાઓને દંડ કરવામાં આવશે.