Surat : ભેળસેળિયા સામે માનવ વધનો ગુનો નોંધો અને ભ્રષ્ટ અધિકારીઓને કાયમી ડિસમિસ કરો, કિશોર કાનાણીની માગ

Oct 27, 2026 - 16:30
Surat : ભેળસેળિયા સામે માનવ વધનો ગુનો નોંધો અને ભ્રષ્ટ અધિકારીઓને કાયમી ડિસમિસ કરો, કિશોર કાનાણીની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર પાઠવીને આરોગ્ય તેમજ ફૂડ વિભાગની કામગીરી સામે અત્યંત ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે નિયમિત ચેકિંગના દાવા છતાં નકલી ડોક્ટર, બનાવટી દવાઓ તેમજ ઘી, દૂધ અને મસાલામાં થતી ખુલ્લેઆમ ભેળસેળ રાજ્યમાં બેફામપણે ચાલી રહી છે. સમગ્ર તંત્રની તપાસ માત્ર એક દેખાડો અને નાટક સમાન બની રહી છે.

પત્રમાં તંત્રની નબળી કામગીરીની આકરી ટીકા

ધારાસભ્ય કિશોર કાનાણીએ પોતાના પત્રમાં તંત્રની નબળી કામગીરીની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ લોકો ખાઈ લે છે, તે પછી છેક લેબોરેટરીના નમૂનાના રિપોર્ટ જાહેર થાય છે. આવા વિલંબિત અહેવાલોથી સામાન્ય નાગરિકોના આરોગ્યનું કોઈ રક્ષણ થતું નથી. 

Kishor Kanani Seeks Action Against Fake Medicines and Corrupt Officials

તપાસ માત્ર 'નાટક' સાબિત થઈ રહી છે

ફૂડ અને ઔષધ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી તમામ તપાસ માત્ર 'નાટક' સાબિત થઈ રહી છે. જ્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોય ત્યારે માત્ર દેખાડા પૂરતી કામગીરી ચલાવી શકાય નહીં.

Kishor Kanani Seeks Action Against Fake Medicines and Corrupt Officials

કાયમી ધોરણે બરતરફ કરો

આ ઉપરાંત તેમણે વહીવટી તંત્રમાં રહેલા ભ્રષ્ટાચાર સામે પણ ખુલ્લો રોષ વ્યક્ત કર્યો છે. તેમણે માંગ કરી છે કે આવા ગંભીર કિસ્સાઓમાં સંડોવાયેલા ભ્રષ્ટ અને કામચોર અધિકારીઓ કે કર્મચારીઓને માત્ર સસ્પેન્ડ કરવા કે સામાન્ય બદલી કરવાથી આ દૂષણ નાબૂદ થશે નહીં. આવા તત્વો સામે દાખલો બેસાડવા માટે તેમને સરકારી સેવામાંથી કાયમી ધોરણે બરતરફ એટલે કે ડિસમિસ કરવા જોઈએ. વહીવટી સ્તરે સખત પગલાં વિના સરકારી વિભાગોમાં સુધારો શક્ય નથી.માનવ વધનો ગુનો નોંધવા નવો કડક કાયદો લાવવા રજૂઆત 

માનવ જિંદગી સાથે ગંભીર રમત રમતા નકલી દવાઓ અને ખાદ્યપદાર્થોના ભેળસેળિયા માફિયાઓ સામે સીધો 'માનવ વધ'નો ગુનો નોંધવા નવો કડક કાયદો લાવવા કાનાણીએ સરકારમાં રજૂઆત કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે કડક કાયદાના કઠોર હથિયાર વગર આરોગ્ય તંત્રને સુધારવાની અને નિર્દોષ જનતાના જીવ બચાવવાની આ મોટી લડાઈ કોઈપણ સંજોગોમાં જીતી શકાશે નહીં. લોકોના જીવનની સુરક્ષા માટે હવે નક્કર અને કડક કાયદાકીય જોગવાઈ અનિવાર્ય બની છે. 


 આ પણ વાંચો   :   Entertainment: રૂ. 450 કરોડની બ્રામાં એવું શું છે કે આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે? વાંચો, વિવાદ અને ગ્લૅમરની રસપ્રદ કહાની

                                

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0