Surat: બામરોલી રોડ સ્થિત હોટલમાંથી 2.57 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો
સુરત સિટી પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા તેમજ તેની હેરાફેરી કરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બામરોલી રોડ સ્થિત હોટલ ગેલેક્ષીમાં ઝોન-4 LCB તથા ખટોદરા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હોટલ ગેલેક્ષીમાં રૂમ નં. 4માંથી પેડલર 2.57 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતો.મળતી માહિતી મુજબ, સુરત શહેર પોલીસ દ્વારા સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઝોન-4 LCB તથા ખટોદરા પોલીસને બાતમીના આધારે બમરોલી રોડ સ્થિત હોટલ ગેલેક્ષીમાં રેડ પાડવમાં આવી હતી. પહેલા માળે રૂમ નંબર-4 માં પેડલર રોકાયો હતો. LCB તથા ખટોદરા પોલીસે 2.57 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલર દાનિશ હારૂન શેખની ધરપકડ કરી છે.અગાઉ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેઓ MD ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ બંને પાસેથી 43.96 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત 4,39,600 રૂપિયા થાય છે. તે મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી છે. 2 આરોપીમાંથી એક આરોપી હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો હતો અને જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ ફરીથી તેને ડ્રગ્સ વેચવાનું શરૂ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત સિટી પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા તેમજ તેની હેરાફેરી કરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બામરોલી રોડ સ્થિત હોટલ ગેલેક્ષીમાં ઝોન-4 LCB તથા ખટોદરા પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન હોટલ ગેલેક્ષીમાં રૂમ નં. 4માંથી પેડલર 2.57 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ, સુરત શહેર પોલીસ દ્વારા સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઝોન-4 LCB તથા ખટોદરા પોલીસને બાતમીના આધારે બમરોલી રોડ સ્થિત હોટલ ગેલેક્ષીમાં રેડ પાડવમાં આવી હતી. પહેલા માળે રૂમ નંબર-4 માં પેડલર રોકાયો હતો. LCB તથા ખટોદરા પોલીસે 2.57 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલર દાનિશ હારૂન શેખની ધરપકડ કરી છે.
અગાઉ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેઓ MD ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ બંને પાસેથી 43.96 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત 4,39,600 રૂપિયા થાય છે. તે મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી છે. 2 આરોપીમાંથી એક આરોપી હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો હતો અને જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ ફરીથી તેને ડ્રગ્સ વેચવાનું શરૂ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.