Surat: પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત, જાણીતા ડોક્ટરની કારે 5 લોકોને લીધા અડફેટે

Mar 6, 2026 - 10:00
Surat: પાલ-ઉમરા બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત, જાણીતા ડોક્ટરની કારે 5 લોકોને લીધા અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રસ્તા પર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની હારમાળા યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પાલ-ઉમરા બ્રિજ પર એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં શહેરના એક જાણીતા ડોક્ટરની કારે રસ્તા પરથી પસાર થતા પાંચ જેટલા લોકોને અડફેટે લીધા હતા. અચાનક બનેલી આ ઘટનાથી બ્રિજ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અચાનક કાર કાબુ બહાર ગઈ

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે પાલ-ઉમરા બ્રિજ પર ટ્રાફિક ઓછો હતો ત્યારે એક લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. કાર ચલાવી રહેલા ડોક્ટરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં હાજર પાંચ લોકોને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

સદનસીબે જાનહાનિ ટળી

આ અકસ્માતમાં સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે, કારની અડફેટે આવેલા પાંચમાંથી કોઈ પણ વ્યક્તિને જીવલેણ કે ગંભીર ઇજા થઈ નથી. જોકે, તમામ પાંચેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.પાલ પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પાલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ડોક્ટરની કાર કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કોઈ યાંત્રિક ખામીને કારણે થયો હતો કે પછી બેદરકારીને લીધે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:Rajkot: ટ્રેડિંગના બહાને ચાંદીના વેપારી સાથે 55.46 લાખની ઠગાઈ, 38 કિલો ચાંદી ઓળવી જનાર શખ્સ સામે ગુનો દાખલ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0