Surat: નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત, દોઢ મહિનામાં બીજી ઘટના

Sep 24, 2026 - 18:00
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત, દોઢ મહિનામાં બીજી ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરે આપઘાત કરતાં ખળભળાટ મચ્યો છે. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નામના રેસિડેન્ટ ડોક્ટરે ધારદાર વસ્તુથી હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી સામે આવી છે. 

એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ

મળતી માહિતી મુજબ યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિ નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ સ્ટાફ અને અન્ય રેસિડેન્ટ ડોક્ટરોમાં ચકચાર મચી છે.


દોઢ મહિનામાં બીજી ઘટના


સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના સમયગાળામાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. સતત બીજી ઘટનાથી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની સ્થિતિ અને તેમની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે.

ઘટનાને લઈને તપાસ શરૂ


રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતના બનાવને પગલે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ તપાસમાં ઘટનાને લગતી વધુ વિગતો બહાર આવી શકે છે.

હોસ્પિટલમાં ફરી ગંભીર સવાલો

દોઢ મહિનામાં બીજી વખત રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતની ઘટના સામે આવતાં નવી સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અને રેસિડેન્ટ ડોક્ટરોને મળતા સહયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે ઘટનાની તપાસમાં કારણો અને જવાબદાર પરિસ્થિતિ અંગે શું સામે આવે છે તેના પર નજર છે. 

અગાઉ ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો

ઉલ્લેખનિય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જ ગત 9 ઑગસ્ટે બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતા મૂળ મોડાસાના રેસિડેન્ટ તબીબ ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.


આ પણ વાંચો :   New Delhi: જો જ્ઞાનેશ કુમાર 48 કલાકમાં રાજીનામુ નહીં આપે તો જંતર મંતર 2.0 શરુ કરવાનું CJPનું એલાન

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0