Surat: નવરાત્રિને લઈ પોલીસ એકશનમાં, મહિલાઓની સુરક્ષાને લઈને રહેશે બાજ નજર

નવરાત્રિને શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે નવરાત્રિના તહેવારને લઈને સુરત પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે અને શહેરમાં તમામ લોકોની સુરક્ષા અને ખાસ મહિલાની સુરક્ષા માટે પોલીસ દ્વારા કડકમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.તમામ આયોજકો સાથે સુરક્ષા મુદ્દે પોલીસની બેઠક યોજાઈ સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગરબાના આયોજનને લઈને જાણકારી આપતા જણાવ્યું કે શહેરમાં કૂલ 27 સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામ આયોજકો સાથે સુરક્ષા મુદ્દે પોલીસની બેઠક યોજાઈ ચૂકી છે. આ સાથે જ ગરબા રમવા માટે આવતા લોકોને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે પણ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. કેપેસિટી કરતા વધુ લોકોને એન્ટ્રી આપવામાં ન આવે તેવી સૂચના આ સાથે CPએ કહ્યું કે આયોજકોને ક્ષમતા કરતા વધુ લોકોને એન્ટ્રી ન આપવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા આગામી 10 દિવસ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા શહેરમાં રાખવામાં આવશે. ત્યારે નવરાત્રિમાં પણ 24 કલાક સુરક્ષાની કામગીરી કરાશે. તમામ આયોજન સ્થળ પરના સીસીટીવી પરથી પોલીસ લોકો પર નજર રાખશે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો તેની યોગ્ય તપાસ પણ કરવામાં આવશે. આ સાથે જ મહિલાઓ ગરબા રમીને પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ સુરક્ષામાં તૈનાત રહેશે. મોડી રાત સુધી ગરબા કરવા માટે સરકારે આપી મંજૂરી તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પણ મોડી રાત સુધી ગરબા કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં સરકારની સમય મર્યાદા મુજબ નવરાત્રિ ગરબા થશે તો ખાણીપીણીની દુકાનો ધરાવતા લોકો પણ મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે અને વેપાર કરી શકશે. ત્યારે ગરબા રસીકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખૈલેયાઓ હાલ અવનવી સ્ટાઈલના કપડા, જ્વેલરી, દાંડીયા અને અન્ય વસ્તુઓ ખરીદવામાં લાગ્યા છે. ત્યારે મહિલાઓમાં પણ અવનવી હેર સ્ટાઈલ અને નેઈલ આર્ટનું ઘેલું લાગ્યું છે. હાલમાં આયોજકો પણ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે અને મોડી રાત સુધી હાજર રહીને ગરબા આયોજનના સ્થળ પર તમામ પ્રકારની તૈયારીઓમાં લાગ્યા છે. 

Surat: નવરાત્રિને લઈ પોલીસ એકશનમાં, મહિલાઓની સુરક્ષાને લઈને રહેશે બાજ નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિને શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે. ત્યારે નવરાત્રિના તહેવારને લઈને સુરત પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે અને શહેરમાં તમામ લોકોની સુરક્ષા અને ખાસ મહિલાની સુરક્ષા માટે પોલીસ દ્વારા કડકમાં કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

તમામ આયોજકો સાથે સુરક્ષા મુદ્દે પોલીસની બેઠક યોજાઈ

સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગરબાના આયોજનને લઈને જાણકારી આપતા જણાવ્યું કે શહેરમાં કૂલ 27 સ્થળો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામ આયોજકો સાથે સુરક્ષા મુદ્દે પોલીસની બેઠક યોજાઈ ચૂકી છે. આ સાથે જ ગરબા રમવા માટે આવતા લોકોને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે પણ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે.

કેપેસિટી કરતા વધુ લોકોને એન્ટ્રી આપવામાં ન આવે તેવી સૂચના

આ સાથે CPએ કહ્યું કે આયોજકોને ક્ષમતા કરતા વધુ લોકોને એન્ટ્રી ન આપવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા આગામી 10 દિવસ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા શહેરમાં રાખવામાં આવશે. ત્યારે નવરાત્રિમાં પણ 24 કલાક સુરક્ષાની કામગીરી કરાશે. તમામ આયોજન સ્થળ પરના સીસીટીવી પરથી પોલીસ લોકો પર નજર રાખશે અને જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો તેની યોગ્ય તપાસ પણ કરવામાં આવશે. આ સાથે જ મહિલાઓ ગરબા રમીને પોતાના ઘરે પહોંચે ત્યાં સુધી પોલીસ સુરક્ષામાં તૈનાત રહેશે.

મોડી રાત સુધી ગરબા કરવા માટે સરકારે આપી મંજૂરી

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પણ મોડી રાત સુધી ગરબા કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં સરકારની સમય મર્યાદા મુજબ નવરાત્રિ ગરબા થશે તો ખાણીપીણીની દુકાનો ધરાવતા લોકો પણ મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે અને વેપાર કરી શકશે. ત્યારે ગરબા રસીકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખૈલેયાઓ હાલ અવનવી સ્ટાઈલના કપડા, જ્વેલરી, દાંડીયા અને અન્ય વસ્તુઓ ખરીદવામાં લાગ્યા છે. ત્યારે મહિલાઓમાં પણ અવનવી હેર સ્ટાઈલ અને નેઈલ આર્ટનું ઘેલું લાગ્યું છે. હાલમાં આયોજકો પણ તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે અને મોડી રાત સુધી હાજર રહીને ગરબા આયોજનના સ્થળ પર તમામ પ્રકારની તૈયારીઓમાં લાગ્યા છે.