Surat: નરાધમે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરાતા યુવતીએ તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરત શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતી દ્વારા તાપી નદીમાં આપઘાત કરી લેવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. યુવતી દ્વારા રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેવાના કિસ્સામાં સ્થાનિકો સહિત સમાજના નાગરિકો દ્વારા ભારે વિરોધ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરવાને કારણે પણ એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. અલબત્ત, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરત પોલીસ તપાસ દરમિયાન ઉત્રાણ ખાતે રહેતા યુવક અને તેના મિત્ર દ્વારા યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરવામાં આવતી હતી, જેને પગલે યુવતીએ સમાજમાં બદનામીના ડરે આત્યંતિક પગલું ભર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત 9મી નવેમ્બરનાં રોજ કાપોદ્રામાં પી.પી સવાણી હોસ્પિટલ પાસે સિદ્ધકુટીર મંદિર નજીક તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર સહિત સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સમગ્ર ઘટના અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીના રહસ્યમય સંજોગોમાં આપઘાતની ઘટનામાં જવાબદાર આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. એક તબક્કે સ્થાનિકો અને સમાજના નાગરિકો દ્વારા યુવતીના મૃતદેહ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.પ્રાથમિક તપાસ દરમિયાન યુવતી 9મી તારીખે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી એકલી નીકળી હતી અને કાપોદ્રામાં રીક્ષા ચાલકના મોબાઈલ નંબરથી કાનો બુધા પરમાર નામક યુવકને ફોન કરીને બોલાવેલ હતો. થોડી વારમાં જ કાનો બુધા પરમાર અને તેનો મિત્ર રોહિત જગદીશ ધુમડીયા યુવતીને લેવા માટે કાપોદ્રા પહોંચ્યા હતા. જ્યાંથી આ બંને યુવકોએ યુવતીને બાઈક પર બેસાડીને મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયા હતા અને એકાદ કલાકમાં રોકાયા બાદ કાપોદ્રા સિદ્ધકુટીર સ્કુલ પાસે મુકીને રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ જ યુવતી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઉત્રાણ ખાતે રહેતા ૨૬ વર્ષીય સફાઈ કામદાર કાનો બુધા પરમાર અને સરથાણા ખાતે રહેતા તેના મિત્ર રોહિત ઘુમડીયાની પ્રાથમિક તપાસ હાથ ધરતાં બંને આરોપીઓ પૈકી કાનો પરમાર પોતાના લગ્ન થઈ ગયા હોવા છતાં યુવતીને છ મહિનાથી ડરાવી ધમકાવી આડા સંબંધો રાખવા માટે મજબુર કરતો હતો.અવાર - નવાર બળાત્કારનો ભોગ બની ચુકેલી યુવતીને વધુ એક વખત આ બંને આરોપીઓએ ૯મી તારીખના રોજ બોલાવીને પનવેલ હોટલમાં લઈ જઈ તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. જેને પગલે યુવતીએ બદનામીના ડરે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Surat: નરાધમે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરાતા યુવતીએ તાપી નદીમાં ઝંપલાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરનાં કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતી દ્વારા તાપી નદીમાં આપઘાત કરી લેવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. યુવતી દ્વારા રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેવાના કિસ્સામાં સ્થાનિકો સહિત સમાજના નાગરિકો દ્વારા ભારે વિરોધ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરવાને કારણે પણ એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. અલબત્ત, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરત પોલીસ તપાસ દરમિયાન ઉત્રાણ ખાતે રહેતા યુવક અને તેના મિત્ર દ્વારા યુવતીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરવામાં આવતી હતી, જેને પગલે યુવતીએ સમાજમાં બદનામીના ડરે આત્યંતિક પગલું ભર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત 9મી નવેમ્બરનાં રોજ કાપોદ્રામાં પી.પી સવાણી હોસ્પિટલ પાસે સિદ્ધકુટીર મંદિર નજીક તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં ફાયર સહિત સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવતીનો મૃતદેહ બહાર કાઢીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ સમગ્ર ઘટના અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીના રહસ્યમય સંજોગોમાં આપઘાતની ઘટનામાં જવાબદાર આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી હતી. એક તબક્કે સ્થાનિકો અને સમાજના નાગરિકો દ્વારા યુવતીના મૃતદેહ સાથે પોલીસ મથકનો ઘેરાવ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન યુવતી 9મી તારીખે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી એકલી નીકળી હતી અને કાપોદ્રામાં રીક્ષા ચાલકના મોબાઈલ નંબરથી કાનો બુધા પરમાર નામક યુવકને ફોન કરીને બોલાવેલ હતો. થોડી વારમાં જ કાનો બુધા પરમાર અને તેનો મિત્ર રોહિત જગદીશ ધુમડીયા યુવતીને લેવા માટે કાપોદ્રા પહોંચ્યા હતા. જ્યાંથી આ બંને યુવકોએ યુવતીને બાઈક પર બેસાડીને મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયા હતા અને એકાદ કલાકમાં રોકાયા બાદ કાપોદ્રા સિદ્ધકુટીર સ્કુલ પાસે મુકીને રવાના થઈ ગયા હતા અને ત્યારબાદ જ યુવતી દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઉત્રાણ ખાતે રહેતા ૨૬ વર્ષીય સફાઈ કામદાર કાનો બુધા પરમાર અને સરથાણા ખાતે રહેતા તેના મિત્ર રોહિત ઘુમડીયાની પ્રાથમિક તપાસ હાથ ધરતાં બંને આરોપીઓ પૈકી કાનો પરમાર પોતાના લગ્ન થઈ ગયા હોવા છતાં યુવતીને છ મહિનાથી ડરાવી ધમકાવી આડા સંબંધો રાખવા માટે મજબુર કરતો હતો.

અવાર - નવાર બળાત્કારનો ભોગ બની ચુકેલી યુવતીને વધુ એક વખત આ બંને આરોપીઓએ ૯મી તારીખના રોજ બોલાવીને પનવેલ હોટલમાં લઈ જઈ તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. જેને પગલે યુવતીએ બદનામીના ડરે તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા હાલમાં બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.