Kutch: ઈન્ડિયન આર્મી દ્વારા 'લેન્ડ યોટિંગ' અભિયાનનો પ્રારંભ, 20 જવાન જોડાયા

આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન આર્મી દ્વારા કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છના ધોરડોના રણથી શરુ થયેલા લેન્ડ યોટિંગ અભિયાનમાં ઈન્ડિયન આર્મીના 20 જવાન જોડાયા છે. એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટરનું અંતર કાપશે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય અને સરહદ વિસ્તારના લોકો સેનામાં જોડાય તેવા ઉદેશ સાથે સાહસિક અભિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંર્તગત સમગ્ર દેશમાંથી 20 આર્મીના જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલું સાહસિક અભિયાન પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટરનું અંતર કાપશે. યુવાનો સેનામાં જોડાવવા પ્રોત્સાહિત થાય તે ઉદ્દેશ્યથી આયોજન કચ્છના ધોરડો રણ ઓફ કચ્છથી સાહસિક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરડો ખાતે નૌકાવિહાર અભિયાનમાં ભાગ લીધેલા તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંર્તગત જવાનો ધર્મશાળા, વિધાકોર્ટ, ધોરડો તેમજ શક્તિબેટ જેવા સરહદી વિસ્તારની મુલાકાત કરશે. દર વર્ષે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના રણમાં લેન્ડ યોટિંગ કરવું ખુબ જ મુશ્કેલી ભર્યું હોય છે, તેમ છતાં આર્મીના જવાનો અનેક પડકાર અને સંઘર્ષ કરી પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટર અંતર કાપી અભિયાનનું સમાપન કરવામાં આવશે. "લેન્ડ યોટિંગ" આ સાહસિક એક્ટિવિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોત્સાહન મળે અને યુવાનો સેનામાં જોડાવવા પ્રોત્સાહિત થાય તે ઉદ્દેશ્યથી આર્મીએ આ અદમ્ય સાહસ રૂપી અભિયાનનું આયોજન કર્યુ છે. 

Kutch: ઈન્ડિયન આર્મી દ્વારા 'લેન્ડ યોટિંગ' અભિયાનનો પ્રારંભ, 20 જવાન જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન આર્મી દ્વારા કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કચ્છના ધોરડોના રણથી શરુ થયેલા લેન્ડ યોટિંગ અભિયાનમાં ઈન્ડિયન આર્મીના 20 જવાન જોડાયા છે. એશિયામાં એકમાત્ર કચ્છના રણમાં લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટરનું અંતર કાપશે

કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય અને સરહદ વિસ્તારના લોકો સેનામાં જોડાય તેવા ઉદેશ સાથે સાહસિક અભિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંર્તગત સમગ્ર દેશમાંથી 20 આર્મીના જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલું સાહસિક અભિયાન પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટરનું અંતર કાપશે.

યુવાનો સેનામાં જોડાવવા પ્રોત્સાહિત થાય તે ઉદ્દેશ્યથી આયોજન

કચ્છના ધોરડો રણ ઓફ કચ્છથી સાહસિક અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ધોરડો ખાતે નૌકાવિહાર અભિયાનમાં ભાગ લીધેલા તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંર્તગત જવાનો ધર્મશાળા, વિધાકોર્ટ, ધોરડો તેમજ શક્તિબેટ જેવા સરહદી વિસ્તારની મુલાકાત કરશે. દર વર્ષે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા લેન્ડ યોટિંગ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના રણમાં લેન્ડ યોટિંગ કરવું ખુબ જ મુશ્કેલી ભર્યું હોય છે, તેમ છતાં આર્મીના જવાનો અનેક પડકાર અને સંઘર્ષ કરી પાંચ દિવસની સફર દરમિયાન 400 કિલોમીટર અંતર કાપી અભિયાનનું સમાપન કરવામાં આવશે. "લેન્ડ યોટિંગ" આ સાહસિક એક્ટિવિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રોત્સાહન મળે અને યુવાનો સેનામાં જોડાવવા પ્રોત્સાહિત થાય તે ઉદ્દેશ્યથી આર્મીએ આ અદમ્ય સાહસ રૂપી અભિયાનનું આયોજન કર્યુ છે.