Surat: ટેક્સટાઈલ માર્કેટમાં પાર્સલ દીઠ 15નો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો, મોંઘું ઈંધણ અને મજૂરી ખર્ચ જવાબદાર

May 17, 2026 - 09:30
Surat: ટેક્સટાઈલ માર્કેટમાં પાર્સલ દીઠ 15નો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો, મોંઘું ઈંધણ અને મજૂરી ખર્ચ જવાબદાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના કાપડ બજારમાંથી વેપારીઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આગામી દિવસોમાં કાપડના પાર્સલની હેરાફેરી કરવી વધુ મોંઘી બનશે. માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા પાર્સલ સર્વિસના ભાવમાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ પર આર્થિક ભારણ વધશે.

પાર્સલ દીઠ 15નો વધારો, 1 જૂનથી અમલ

મળતી માહિતી મુજબ, ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન દ્વારા લેવાયેલા નિર્ણય અંતર્ગત હવેથી પાર્સલ દીઠ રૂપિયા 15નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધેલા સુધારેલા ભાવો આગામી 1 જૂનથી સત્તાવાર રીતે અમલમાં આવી જશે. આ ભાવ વધારાને પગલે રોજના હજારો પાર્સલ બહારગામ મોકલતા સુરતના નાના-મોટા કાપડ વેપારીઓના પરિવહન ખર્ચમાં મોટો ઉછાળો આવશે.

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

યુનિયનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલી મોંઘવારી, ડીઝલ-પેટ્રોલ જેવા ઈંધણોના આસમાને પહોંચેલા ભાવ અને મજૂરોના મજૂરી ખર્ચમાં થયેલો વધારો આ નિર્ણય માટે જવાબદાર છે. ખર્ચ વધી જતાં પાર્સલ સર્વિસ જૂના ભાવે ચલાવવી અશક્ય બની ગઈ હતી, જેથી આ વધારો કરવો પડ્યો છે. યુનિયન દ્વારા આ ભાવ વધારા અંગે સુરત ટેક્સટાઈલ માર્કેટના મેનેજમેન્ટને આગામી દિવસોમાં લેખિતમાં સત્તાવાર જાણ કરવામાં આવશે. આ જાહેરાત બાદ વેપારી સંગઠનોમાં આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Dhoraji: ફરેણીમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું, 19.10લાખનો મુદ્દામાલ સીઝ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0