Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 3 અલગ-અલગ કેસમાં રૂ. 49.23 લાખનું સોનું ઝડપાયું

Aug 26, 2026 - 21:00
Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 3 અલગ-અલગ કેસમાં રૂ. 49.23 લાખનું સોનું ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશથી ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરવાના પ્રયાસો પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે. કસ્ટમ્સ AIU ની ટીમે એરપોર્ટના એરાઇવલ હોલમાં હાથ ધરેલા સઘન ચેકિંગ દરમિયાન અલગ-અલગ ફ્લાઇટ્સમાં આવેલા મુસાફરો પાસેથી કુલ 49.23 લાખ રૂપિયાની કિંમતનું 299.490 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી

આ કાર્યવાહી દરમિયાન મધ્યપૂર્વના દેશોમાંથી આવેલા 3 કેસમાં કસ્ટમ્સ અધિકારીઓએ સોનાની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી હતી. કસ્ટમ્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી મુજબ અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તલાશી લેવાતાં તેની પાસેથી 100.060 ગ્રામ વજન ધરાવતી સોનાની 2 ચેઇન મળી આવી હતી.

શારજાહ અને કુવૈતની ફ્લાઇટમાંથી રૂ. 49.23 લાખનું સોનું પકડાયું

શારજાહથી અમદાવાદ આવી પહોંચેલા એક દંપતીને અટકાવીને તપાસ કરવામાં આવતાં તેમની પાસેથી 140.030 ગ્રામ સોનાની 4 બંગડી અને 2 ચેઇન મળી આવી હતી. કુવૈતથી આવેલી અન્ય એક મહિલા મુસાફર પાસેથી 59.400 ગ્રામ સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા મુજબ જપ્ત કરવામાં આવેલા કુલ 299.490 ગ્રામ સોનામાંથી 240.090 ગ્રામ 24 કેરેટ સોનું અને 59.400 ગ્રામ ૨૨ કેરેટ સોનું છે. આ તમામ જ્વેલરી કસ્ટમ્સ એક્ટ હેઠળ જપ્ત કરીને મુસાફરો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Bharuch: હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરીની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ મંત્રી ઈશ્વરસિંહ પટેલની પેનલનો ભવ્ય વિજય

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0