Surat ગ્રામ્ય LCB નો મોટો સપાટો, નેશનલ એક્સપ્રેસ-વે પરથી રૂ.49.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત ગ્રામ્ય એલસીબી (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કામરેજ નજીક આવેલા દાદગવાડા ગામ પાસે નેશનલ એક્સપ્રેસ-વે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. દાદગવાડાથી વડોદરા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકને આંતરીને પોલીસે સઘન તપાસ હાથ ધરતાં તેમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો.
કંતાનના કોથળાની આડમાં દારૂની હેરાફેરી, ડ્રાઈવર ઝડપાયો
ટ્રકની જડતી લેતાં ચાલાકીપૂર્વક વેસ્ટેજ કંતાનના કોથળાઓની આડમાં છુપાવેલી વિદેશી દારૂની કુલ 14,832 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 49.12 લાખ અંકાય છે. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 59.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે ટ્રક ચાલક મેરુભાઈ ઉર્ફે રામદેવ ખટુંઈની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી.
સેલવાસથી જૂનાગઢ જતો હતો જથ્થો, 2 આરોપીઓ વોન્ટેડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ગ્રામ્ય LCB ના આ સફળ ઓપરેશનથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Surat ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, વાહન અકસ્માતમાં મૃતક સામે ગુનો હોય તો પણ મળશે વીમો!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

